EntertainmentGujaratInternational

ગીતાબેન રબારીએ તો એફિલ ટાવરમાં પોતાના જ ગીત પર ગરબાની રમઝટ બોલાવી, આ ખાસ વિડીયો થયો વાયરલ…જુઓ

ગુજરાતના કોકિલ કંઠ ધરાવનાર લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલમાં પેરિસમાં છે, પેરીસ ખાતે ભારતીય દૂતાવાસ દ્વારા ગરબાની નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ગરબા યોજવાનું કારણ એ હતું કે, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા તા. 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેર કરવામાં આવી હતી.

ગરબાના મળેલ સન્માન બદલ ” એક શામ ગરબા કે નામ ” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા ઇવેન્ટમાં ગીતાબેન રબારીએ સૌ કોઈને પોતાના સુરિલા સ્વરે મંત્રમુગ્ધ કરીને ગરબા ખેલાવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર એક ખાસ વિડીયો વાયરલ થઇ રહ્યો છે, અત્યાર સુધી તમે લોકોને ગીતાબેનના ગીતમાં ગરબા રમતા જોયા હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગીતાબેન રબારીએ પોતે જ પોતાના ગીત પર ગરબા રમ્યા છે.

ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા પર પેરિસની ખાસ તસવીરો સાથે બે વિડીયો પોસ્ટ શેર કરીને કેપશનમાં લખ્યું છે કે, Eiffel Tower vibes: elegant, timeless, and utterly breathtaking. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 67,307 likes મળી છે તેમજ હજારો લોકોએ કૉમેન્ટ્સ અને શેર કરી ચુક્યા છે. આ વાયરલ વિડીયોમાં શું છે તે પણ આપને જણાવીએ. ખરેખર ગીતાબેન રબારીએ સૌનું દિલ જીતી લીધું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું.

 

ગરબા વિના ગુજરાતીઓ અધૂરા છે, ગીતાબેન રબારીએ પણ પેરિસના પ્રખ્યાત અને વિશ્વની સાત અજાયબી પૈકી એક એફિલ ટાવરના પરિસરમાં ” મારી સહિયર સંગાથે ટેટુડો લેવો છે, સોંગ ગાઈને સૌ સાથે ગરબા રમ્યા હતા. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ઢોલના તાલ સાથે ગીતાબેન રબારી ગરબા ગાઈને સાથે ગરબા પણ રમી રહ્યા છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *