બકરીઓ ચરાવી , ઈંટો ની ભઠ્ઠી મા પણ કામ કર્યુ અને આખરે સંઘર્ષ કરી DSP બન્યા
તમે એકવાત ધ્યાનમાં આપી છે કે, IPS અને IAS, DSP, જેવા અનેક ઓફિસર બનનાર વ્યક્તિઓની પાછળ ખૂબ જ પ્રેરણાદાયી કહાનીઓ હોય છે. એકવાત યાદ રાખી લેજો કે જો તમારે તમારા મોટા સ્વપ્નને હકીકતમાં બદલવા છે તો, એ આંખોને ક્યારેય બંધ ન થવા દો કારણ કે સપનાઓ બંધ આંખે નહીં પણ ખુલી આંખે જ સાકાર થાય છે. ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિની સફર જણાવીશું જે બકરીઓ ચરાવી , ઈંટો ની ભઠ્ઠી મા પણ કામ કર્યુ અને આખરે સંઘર્ષ કરી DSP બન્યા.
આજે આપણે વાત કરીશું ઝારખંડના બોકાર જિલ્લાના બડીબીનોરનાં રહેવાસી કિશોર કુમાર રજકની! તેમને અથાગ પરિશ્રમ અને મહેનત થી યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા અને આજે અનેક વિધાર્થીઓ અને યુવાન માટે પ્રેરણારુપ બન્યા છે. ટતેંમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો અને તેમના પિતા કોલસાની ખાણમાં કામ કરતા હતા. ઘરની આર્થિકપરિસ્થિતિ સારી ન હતી કે સંતાનોને સારી શાળામાં શિક્ષણ આપી શકે.
અભ્યાસ દરમિયાન, કિશોર કુમાર ઘરની આર્થિક પરિસ્થિતિને ટેકો આપવા માટે તેના કાકા સાથે ઈંટના ભઠ્ઠા પર કામ કરવા જતા હતા. ત્યાં તેને કામ માટેમાત્ર ₹4 અને રસ્તામાં ઈંટો ભરવાના ₹12 મળતા હતા. આટલું જ નહીં, કિશોર કુમાર તે સમયે તેના મિત્રો સાથે બકરા ચરાવવા જંગલમાં જતા હતા. જ્યારે ખેતરોમાં ડાંગર વાવવામાં આવે ત્યારે બકરાઓને ખેતરમાં લાવવું ખૂબ મુશ્કેલ હતું, તેથી તેઓ બકરા ચરાવવા માટે તેમના ઘરથી ત્રણથી ચાર કિલોમીટર દૂર જંગલમાં જતા હતા.
કિશોર કુમારે પ્રારંભિક શિક્ષણ તેમના ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું. એકવાર કિશોર કુમારના શિક્ષકે તેમને કહ્યું કે જો તમે મજૂર તરીકે કામ કરતા રહેશો તો તમે જીવનભર મજૂર તરીકે જ રહેશો. કિશોર કુમારે તેમના શિક્ષકની આ વાતને હૃદયમાં લઈ લીધી અને પછીથી તેઓ સ્નાતક થવા IGNOU ગયા અને ઈતિહાસના વિષયમાં સ્નાતક બન્યા. વર્ષ 2004માં તેણે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હતું, પરંતુ વર્ષ 2007માં તે સેમેસ્ટરમાં નાપાસ થયો હતો, જેના કારણે તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો હતો. પરંતુ તેણે ફરી એકવાર પ્રયાસ કર્યો અને વર્ષ 2008માં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, કિશોર કુમાર UPSCની તૈયારી કરવા માટે દિલ્હી આવવા માંગતા હતા પરંતુ તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ દિલ્હી આવીને UPSC કોચિંગ લઈ શકે. તેણે તેના મિત્રો અને સંબંધીઓ પાસેથી આર્થિક મદદ માંગી પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. આખરે તેની બહેને તેની પિગી બેંક તોડી નાખી અને તેપૈસા કિશોર કુમારને આપ્યા. કિશોર કુમારે સખત મહેનત અને સમર્પણ સાથે યુપીએસસીની તૈયારી કરી અને વર્ષ 2011માં તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી.
કિશોર કુમાર આઈપીએસ બનવા ઈચ્છતા હતા પરંતુ તેઓ એટલો સારો રેન્ક મેળવી શક્યા ન હતા કે તેઓ આઈપીએસ બની શકે. તેથી, તેમને સશસ્ત્ર સુરક્ષા દળોમાં સહાયક કમાન્ડન્ટના પદ પર નિમણૂક મળી. વર્ષ 2016માં તેણે ઝારખંડ પીસીએસની પરીક્ષા પાસ કરી અને ડીએસપી બનયા. કિશોર કુમારનું જીવનચરિત્ર એ વાતની સાક્ષી છે કે વ્યક્તિની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ભલે ગમે તેટલી હોય, આપણે એ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વિના આપણા સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધતા રહેવું જોઈએ.