અચાનક ગુજરાતી ફીલ્મ જગત માથી ગાયબ થઈ ગયલી ગુજરાતી અભીનેત્રી શર્મિલી ને હવે ઓળખવી મુશ્કેલ ! જુઓ કેવી દેખાઈ છે અને હાલ શુ કરે છે
ગુજરાતી સિનેમામાં એવી અનેક અભિનેત્રીઓ છે જેને ગુજરાતી ફિલ્મમાં નિષ્ફળતા મેળવતા ટેલિવુડમાં અને બોલીવુડમાં કારકિર્દી બનાવેલ છે. ત્યારે ખરેખર આજે અમે આપને એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જેને ગુજરાતી ફિલ્મમાં માત્ર ચાર થી પાંચ ફિલ્મો જ કરી અને આખરે પછી ગુજરાતી ફિલ્મોને અલવિદા કહીને તેને ટીવી સિયરિયલોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે જ્યારે તમે તેને જોશો તો ઓળખશો પણ નહીં એટલી સુંદર અને બોલ્ડનેસમાં જોવા મળે છે.
આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાની અભિનેત્રી શર્મિલી રાજ વિશે જેનો જન્મ મુંબઈ શહેરમાં થયેલ અને મુખ્યત્વે તેમનું જીવન મુંબઈમાં જ વીતેલું. પોતાની સફળ કારકીર્દી બનાવવા માટે ગુજરાતી સિનેમામાં આગમન કર્યું અને શરૂઆતમાં તેને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું ત્યારે તેને ગુજરાતી સિનેમાના ઘણાં જાણીતા કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી પરંતુ તેને સફળતા અને લોકપ્રિયતા ન મળી કારણ જે એ સમયગાળામાં રોમાં માણેક અને આંનદી ત્રિપાઠી જેવી લોકપ્રિય અભિનેત્રીની બોલ બાલા હતી.
શર્મિલી રાજ ગુજરાતી સિનેમામાં સાચો સાથ સાજણનો, રંગાઈ જાને રંગમાં, વિલાયતની લાડી ને લખતરનો વર, હાલોને માનવીયું, વસિયો વાલમ, દેરાણી જેઠાણી જેવી અનેક ફિલ્મો આપી છે છતાંય પણ તેને દર્શકોના દિલોમાં સ્થાન નોહતું મળ્યું. આટલું જ નહીં પણ તેને રંગમંચ ભુમી પર અનેક નાટકો કર્યા હતા છતાં પણ તેને ગુજરાતની જનતા તરફથી લોકપ્રિયતા ન મળી. આ ફિલ્મો છોડીને તેને મુંબઈમાં પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ તેને હિન્દી ધારાવાહિકમાં કામ કરવાનું શરૂ કર્યું.
મુંબઈ જઈને તેને હિન્દી ધારાવાહિકમાં કામ કરવાની શરૂઆત કરી જેમાં તેને સાથ ફેરા અને હરિ મિર્ચી લાલ મિર્ચી તેમજ રહેના હે પલોકી છાવ મેં જેવી અનેક સિરિયલોમાં સહાયક ભૂમિકા નિભાવી પણ આખરે તેને 2019માં બાલવીર સિરિયલમાં બાલપરી તરીકે લોક ચાહના મેળવી જે તેને ગુજરાતી ફિલ્મોમાં પણ નોહતી મળી. આજે પણ તે બાલપરી તરીકે જ ઓળખાય છે. આજે તે ગુજરાતી સીનેમાં સાથે નથી સંકળાયેલા પણ તેનું વૈભવશાળી જીવન મુંબઈમાં જીવી રહી છે. આજે તે હિન્દી સિરિયલોમાં જ કામ કરે છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલ રહે છે.