સૌરાષ્ટ્રમાં ફરવા જવાનું વિચારો છો તો આ પવિત્ર તીર્થસ્થાનો ની અચૂક મુલાકાત લેજો, જોઈ લો આ લીસ્ટ….
સૌરાષ્ટ્ર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો એક પ્રદેશ છે. આ પ્રદેશ તેના ધાર્મિક મહત્વ માટે જાણીતો છે. સૌરાષ્ટ્રમાં અનેક પવિત્ર ધામો આવેલા છે જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. સૌથી ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્રની ભુમી એવી છે કે, સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન અને ભોળાનાથે સૌરાષ્ટ્રને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું એટલે જ કહેવાય છે કે, કાઠિયાવાડ માં કોક’દી ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભુલાવુ રે મારા શામળા. ખરેખર સૌરાષ્ટ્ર એ ધરતી પરનું પવિત્ર સ્થાન છે, ચાલો અમે આપને સૌરાષ્ટ્રના પવિત્ર સ્થળો વિશે જણાવીએ.
ગિરનાર સૌરાષ્ટ્રના પવિત્ર ધામોમાં ગિરનારનું મહત્વનું સ્થાન છે. ગિરનાર એક પવિત્ર પર્વત છે જે ભગવાન શિવનું ધામ માનવામાં આવે છે. ગિરનાર પર્વત પર અનેક મંદિરો આવેલા છે અને ગિરનાર પર્વત પર રોપ – વે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે પ્રવાસીઓ 900 મીટરની ઉંચાઈ નો અનુભવ કરીને માં અંબાજી ની ટુંક સુધી પહોંચી શકે છે.ગિરનાર ની સાથે સતાધાર અને પરબની પણ અવશ્યે મુલાકાત લઈ શકો છો કારણ કે બન્ને ધામ સનાતન ધર્મના પ્રતિક સમાન છે, જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે.
સોમનાથ : સૌરાષ્ટ્રના પવિત્ર ધામોમાં સોમનાથનું પણ મહત્વનું સ્થાન છે. સોમનાથ એ ભગવાન શિવનું પવિત્ર મંદિર છે. આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથ મંદિરનું નિર્માણ વિનાશ પર સર્જનનું પ્રતિક.છે. સોમનાથ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર છે. અરબી સમુદ્ર કિનારો તમારું મન મોહી લેશે અને હવે તો પર્યટકો ને સોમનાથ સમુદ્ર પંથ પણ બનાવવામાં આવ્યો છે, જેથી લોકો સમુદ્રની સુંદરતા નિહાળી શકે.
ભાલકા તીર્થ
સૌરાષ્ટ્રના પવિત્ર ધામોમાં ભાલકા તીર્થનું પણ મહત્વનું સ્થાન છે. ભાલકા તીર્થ ભગવાન. શ્રી કૃષ્ણનો અંતિમ વિસામો છે, ભાલકા તીર્થ એજ સ્થાન છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને માનવ દેહ છોડીને પોતાના સ્વધામ તરફ પ્રયાણ કર્યું. આજે પણ ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણની હયાતી અનુભવી શકાય છે. ભાલકા તીર્થમાં અતિ ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.
દ્વારકા
સૌરાષ્ટ્રના પવિત્ર ધામોમાં દ્વારકાનું પણ મહત્વનું સ્થાન છે. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભુમી અને દિવ્ય પવિત્ર ધામ છે. દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાને વસાવેલી નગરી છે તેમજ જગત મંદિરમાં આજે પણ તમે દ્વારકામાં દિવ્ય દર્શન કરી શકશો. દ્વારકામાં ફરવા લાયક અનેક જગ્યાઓ પણ છે જે તમારી યાત્રાને આનંદ દાયક બનાવશે. દ્વારકાની પાસે શિવરાજપુર બીચ આવેલ છે તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ અમે બેટ દ્વારકાની પણ અવશ્ય મુલાકાત લઈ શકો છો, આ સ્થળ તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે.બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ ની મુલાકાત વિના દ્વારકાની યાત્રા અધૂરી છે.
ચોટીલા : સૌરાષ્ટ્રમાં જગત જનની સાક્ષાત બિરાજમાન છે, ચોટીલામાં ચામુંડા મા દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે.
પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ચોટીલા ઇ.સ. ૧૫૬૬ના વર્ષમાં કાઠીઓ વડે કબ્જે કરાયું હતું. બ્રિટિશ શાસન સમયે તે એજન્સી થાણાનું મુખ્ય મથક હતું. ચોટીલા આજે અતિ પાવનકારી સ્થળ બની ગયું છે, સૌથી ખાસ એ કે પ્રવાસીઓ માટે આ સ્થળ આજે અતિ વિકસિત બન્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.