EntertainmentGujarat

ગુજરાતના આ ગામ મા લોકો પથ્થર ના દર્શન કરવા આવે ! પથ્થર ની ખાસીયત એવી કે જાણી ને

આ જગતમાં અનેક પ્રકારના ચમત્કાર જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરીશું જ્યાં ભગવાનની મૂર્તિ નહિ પણ પથ્થરને પુજવામાં આવે છે. ચાલો આ સ્થાન વિશે જાણીએ. આજનાંવિશ્વમાં ઘણા એવા રહસ્યો છે જેનો તાગ મેળવવા વિજ્ઞાન પણ પાછુ પડે છે. એક અચરજ ભર્યો પથ્થર ગુજરાતમાં આવેલો છે.આ પથ્થર ઝાલરની જેમ રણકી રહ્યો છે. તેની પાછળ એક રસપ્રદ વાત છુપાયેલ છે.

વાત જાણે એમ છે કે, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં કરીયાણા ગામમાં નદીના કાંઠે ડુંગર પર આવેલો પથ્થર ઝાલરની જેમ રણકી રહ્યો છે. પૌરાણિક કથા મુજબ જાણવા મળ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણ અહીં વિચરણ કરતા હતા. તેઓ આ પથ્થર પર બેસી વાંસળી પણ વગાડતા હતા.જ્યારે એકવાર સંઘ્યા સમયે આરતી કરવાનો સમય થતાં અન્ઝાલર કે નગારૂ કે અન્ય કોઈ વાજીંત્રો નહી હોવાથી ભગવાન સ્વામીનારાયણ દ્વારા અહીં હરિભકતોને આ પથ્થર પર વગાડતાનું કહેવમાં આવ્યું હતું.

પથ્થરમાંથી ઝાલર જેવો અવાજ આવતા સૌ ભકતો પણ દંગ રહી ગયા હતા અને ભગવાન સ્વામીનારાયણ ઘ્વારા અહીં આરતી કરી હતી.એમ પણ કહેવાય છે કે, આ સ્થાન પર પૌરાણિક રમત હાંડા હાંડી અહીના ગોવાળો સાથે રમતા અને આજ કારણે પ્રસાદીની જગ્યા હોવાથી અહીંયા નીલકંઠવર્ણી તેમજ શાલિગ્રામ મૂકી પૂજન અર્ચન પણ કરવામાં આવી રહ્યું છે.એક અહેવાલો મુજબ જાણવા મળ્યું કે થોડા વર્ષો પહેલા વડતાલ મંદિરના સંતોએ પથ્થરનો થોડો ભાગ કાપીને વડતાલ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.

આ કાપેલા પથ્થરના ભાગને તળાવની ધાર પરથી નીચે લાવીને વાહનમા મુકતાની સાથે પથ્થરનો રણકાર ઘટી ગયો હતો, જેથી સંતો તેને નીચે મુકી જતા રહ્યાં હતા.કરીયાણા ગામે આવેલા આ પથ્થરને જોવા માટે ગુજરાતના અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે. ખરેખર ગુજરાતની ધરા સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ થી પાવજ થયેલ છે અને અનેક સ્થાનો પ્રસાડીભુત થયેલ છે, ત્યારે આ જગ્યા હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *