GujaratInternational

કાલ ભૈરવ દાદા એ પરચો આપ્યો ! સુરતના પટેલ યુવાનને સ્વપ્નમાં કાલ ભૈરવ દાદાએ આવી કહ્યું “મેં તને 7 વર્ષ પહેલા બચાવ્યો,

અંકલેશ્વરમાં એક આશ્ચર્યચકિત કરનાર કિસ્સો સામે આવ્યો છે અને તેમાં અંકલેશ્વરના જુના દીવા ગામના એક યુવાને સ્વપ્ન આવ્યું હતું, અને તે સ્વપ્ન સાચું થયું હતું. તે યુવાનને સ્વપ્નમાં કાલભૈરવ આવ્યા હતા અને તેમની નવી નકોર જેવી પથ્થરની મૂર્તિ મળી આવી. આમ દીવા ખાતે મઢી ખાડીમાંથી ૨૧ વર્ષના એક યુવાનને કાલભૈરવ દાદાની મૂર્તિ સ્વપ્નમાં આવી હતી, અને તેમાં કાળા એક પથ્થર માં બનેલ પૌરાણિક મૂર્તિ હતી. અને મળતી માહિતી અનુસાર મૂળ જૂના દિવાના અને અત્યારે સુરતમાં રહેતા દર્શન પટેલ ને છેલ્લા પાંચ વર્ષથી કારતક સુદ આઠમના જ દિવસે તેમને સ્વપ્નો આવતા હતા.

જે યુવાનને સ્વપ્નમાં કાલભૈરવ દાદાની મૂર્તિ આવી હતી તે જગ્યાએ ભકતોની ભીડ ઉમટી રહી છે, આમ કાળા પથ્થરમાંથી બનેલી આ પૌરાણિક મૂર્તિ મળી આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. દર્શન પટેલ મૂળ જૂના દિવાના અને અત્યારે સુરતમા રહે છે, અને તેમને છેલ્લાં પાંચ વરસથી કારતક સુદ આઠમના દિવસે સ્વપ્ન આવતા હતા. અને આમ તે યુવાન પોતાને સ્વજનને મળવા આવ્યા બાદ તે સ્વપ્ના આધાર ઉપર જે તે સ્થળ ઉપર જઈને મૂર્તિ શોધી હતી, અને જ્યારે તેમને મૂર્તિની શોધખોળ કરી હતી ત્યારે તેમને તે જ જગ્યાએ મૂર્તિ મળી આવી હતી. આમ મૂર્તિ ને લઈને ઘણા બધા લોકો ત્યાં દર્શન કરવા માટે આવી ગયા હતા, અને ત્યાં ભીડ ઉમટી ગઈ હતી આમ તે મૂર્તિ ગામના મહાકાળી મંદિર ખાતે મુકી દેવામાં આવી છે. અને આ મૂર્તિની સ્થાપના દેવ ઉઠી એકાદશી પછી વિધિવત રીતે કરવામાં આવશે.

અંકલેશ્વરમાં જુના દીવા ગામે બાળપણમાં રહેતા ૨૧ વર્ષના દર્શન સોમાભાઈ પટેલ અત્યારે પોતાના મોસાળમાં સુરત રહે છે અને ત્યાં નોકરી પણ કરે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષ સુધી તેમને કારતક સુદ આઠમના રોજ સ્વપ્નમાં કાલભૈરવ દર્શન આપીને તેમને અદભુત વાત જણાવતા હતા, અને તે કહેતા હતા કે મેં તને બચાવ્યો હતો હવે તું મને બહાર કાઢ. આમ જ્યારે દર્શન પટેલ ને આ સ્વપ્ન વારંવાર આવ્યું, તેમને ચાલુ વર્ષની રામનવમીએ, હનુમાન જયંતી અને બુદ્ધ પૂર્ણિમા ના દિવસે આ સ્વપ્ન આવ્યા હતા.

જ્યારે દર્શન ને આ બધા સપના આવતા હતા ત્યારે તેમને પોતાના મુળવતન જુના દીવા ગામે પોતાના કાકાને ત્યાં ગયા અને તેમને આ સમગ્ર બાબત જણાવી હતી. જેની સાથે તેઓ બીજા અન્ય ગામના સાત જેટલા આગેવાનને લઈને દર્શન પટેલ ને સ્વપ્નમાં જે પણ સ્થળ આવ્યું હતું તે જગ્યા શોધવા માટે નીકળ્યા હતા. આમ તેઓ મઢી ખાડીમાં સાત વર્ષ પહેલા તે કમળની ગાંઠ કાઢવા માટે ગયો હતો અને ત્યાં સાપ કરડવાથી બચી ગયો હતો આમ તે જગ્યા ઉપર પહોંચીને ત્યાં રહેતા કપાલેશ્વર મહાદેવ મંદિર જે ભુતનાથ મહાદેવ મંદિર તરીકે પણ અત્યારે ખૂબ જ પ્રચલિત છે. તે જગ્યાએ પૂજા કરી અને નારિયેળ હોમવાનું હતું અને તે સ્વપ્નમાં તેમને જે મૂર્તિ દેખાતી હતી તે શોધવા માટે તેઓ નીકળી ગયા હતા અને ત્યાં ભૂખી ખાડીમાં તેમને તે જમીન જોવા મળી હતી.

આમ તેમને આ જગ્યા સ્વપ્ન માં આવતા તે જગ્યાની માટી બહાર કાઢવામાં આવી હતી અને તે લોકોએ જોયું કે ત્યાં કાળભૈરવ દાદાની એક કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિ તેમને ત્યાં જોવા મળી હતી. આમ તમામ આગેવાનો આ મૂર્તિને જોયા પછી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને તે લોકો મૂર્તિ ને ત્યાં જ રહેવા દઈને પરત પોતાના ગામ પહોંચી ગયા હતા.

પરંતુ કહેવાય છે ને કે કોઈપણ આશ્ચર્યચકિત કરનારી ઘટના લોકોને જાણ થયા વગર રહેતી નથી. તેમ આ વાત પણ સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ હતી અને દરેક લોકો તે સ્થળ ઉપર દર્શન કરવા માટે ગયા હતા. આમ ગામના આગેવાનોની હાજરીમાં તથા ગોર મહારાજની હાજરીમાં જ ગામના લોકોએ મૂર્તિને ત્યાંથી લઈ ગયા હતા, અને મહાકાળી માતાજીના મંદિરે લાવ્યા હતા આમ અત્યારે ભક્તોની ઘણી બધી મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. અને તેના આધારે દર્શન પટેલ જણાવે છે કે આ મૂર્તિ ખૂબ જ જૂની અને પૌરાણિક હોવાનું લાગી રહ્યું છે. અને આ મૂર્તિનું આધ્યાત્મિક અને પૌરાણીક મહત્વ પણ ખૂબ જ છે.

કાલ ભૈરવ દાદાએ દર્શનને સ્વપ્નમાં આવીને કાલ ભૈરવ ગીતા અને કાલ ભૈરવ રહસ્ય એમ બે નામના ગ્રંથની રચના પણ કરવાનું જણાવ્યું હતું. આમ તેમને જણાવ્યું હતું કે કાળ ભૈરવ દાદા એ તેમને જ એવું પણ કહ્યું છે તે જ પ્રમાણે તે ગ્રંથની રચના પણ કરવામાં આવશે અને જે જગ્યાએથી આ મૂર્તિ મળી આવી છે તે જગ્યાએ મૂર્તિ તેની જાતે જ પ્રગટ થયેલી હોવાથી અત્યારે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને આવનાર ચતુર્માસમાં આ ગ્રંથની રચના કરીને દેવ ઉઠી એકાદશી પછી મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *