ગુજરાતી ફીલ્મના ખલનાયક ફીરોજ ઈરાની જાણો હાલ શુ કરે છે અને ક્યા છે ?? જાણો પરીવાર મા કોણ કોણ અને કયા ગામ…
ગુજરાતી સિનેમાનો એક સુવર્ણ યુગ હતો અને આ સમય ગુજરાતી લોકપ્રિય કલાકારોના લીધે હતો. આજે જુના કલાકારો ગુજરાતી ફિલ્મોથી દૂર થઈ ગયા છે અને ભાગ્યે જ કોઈ ગુજરાતી ફિલ્મોમાં દેખાય છે. આજે આપણે એક એવા જ ઉમદા કલાકાર વિશે વાત કરીશું. આ કલાકાર એટલે ફિરોઝ ઇરાની જેના વગર ગુજરાતી ફિલ્મો અધૂરી હતી. વિલેન તરીકે ગુજરાતી સિનેમામાં એક માત્ર ફિરોઝ ઇરાનિનું નામ મોખરે આવે છે. આજે આપણે ફિરોઝ ઇરાનાં જીવન વિશે અને હાલમાં તેઓ શું કરે છે તે જાણીશું.
ફિરોઝ ઇરાનીનો જન્મ મુંબઈમાં તા. 13 માર્ચ 1945નાં રોજ થયો હતો.અભિનયની કળા તો ફિરોઝ ઇરાનીના લોહીમાં જ હતી કારણ કે, ફિરોઝ ઈરાનીના પિતા ફરેદુન ઈરાની નાટક કંપની ચલાવતા હતા. એફ આર ઈરાની તરીકે જાણીતા ફરેદુન ઈરાનીની લક્ષ્મી કલાકેન્દ્ર નામે ડ્રામા કંપની હતી. જેનાથી જ ફિરોઝ ઈરાનીએ એક્ટિંગની શરૂઆત કરી હતી. 8 વર્ષની ઉંમરે તેમણે છોરુ કછોરું નામના નાટકમાં કામ કર્યું હતું.
વર્ષ 1967માં 17 વર્ષની ઉંમરે ‘ગુજરાતણ’ નામની ફિલ્મથી વિલન તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ પછી તેમને ગુજરાતી સિનેમામાં પોતાની ઓળખ બનાવી.વર્ષ 1972માં ફિરોઝ ઈરાનીની અરવિંદ ત્રિવેદી સાથેની ફિલ્મ ‘વીર રામવાળો’ આવી હતી. આ ફિલ્મમાં ફિરોઝે ડાકુનો રોલ પ્લે કર્યો હતો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ હિટ રહી હતી.
ફિરોઝ ઈરાનીએ 549 જેટલી ફિલ્મ્સ કરી છે જેમાં મોટાભાગની ફિલ્મોમાં ફિરોઝ ઈરાનીએ વિલન તરીકે જોવા મળ્યા પરતું વર્ષ 1969માં ‘જીગર અને અમી’ બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે સંજીવ કુમારના ભાઈનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે પોઝિટિવ રોલ પ્લે કર્યો હતો.સૌથી ખાસ વાત એ કે મોટાભાગની ફિલ્મોમાં ફિરોઝ ઈરાનીએ વિલેનનો રોલ ભજવ્યો છે અને તેનું કારણ જણાવ્યું છે કે,એક વિલન તરીકે તમે પાત્રમાં ઘણું બધુ કરી શકો છો. તમારા વર્તનમાં અલગ-અલગ બાબતો ઉમેરાઈ શકાય છે. જેથી હું નેગેટિવ રોલ કરવાનું શરૂ કર્યું હતું.
ફિરોઝ ઇરાની ફિલ્મી સફર તો યાદગાર છે પરંતુ હાલમાં ફિરોઝ ઇરાની શું કરી રહ્યા છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે તે અંગે જણાવીએ. તમને જાણીને આશ્ચય થશે કે, ફિરોઝ ઇરાની હાલમાં મુંબઈના ગોરેગાવે વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. ફિરોઝ ઇરાની પરિવારમાં તેમની પત્ની કામાક્ષી અને બે દીકરાઓ અભિષેક તથા અક્ષતના સાથે રહે છે. અભિષેક પરિણીત છે અને તે પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે. અક્ષત એક્ટર છે. તેણે એક ગુજરાતી ફિલ્મ ‘મિસ્ટર કલાકાર’ કરી હતી અને અક્ષતે તાજેતરમાં જ સગાઈ કરી છે.હાલમાં ફિરોઝ ઇરાની ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે પરંતુ ભાગ્યે જ કોઈ ફિલ્મોમાં જોવા મળે છે.
હાલમાં તો ફિરોઝ એક સામાન્ય વ્યક્તિની જેમ રોજ વહેલા ઉઠીને જિમમાં જાય કસરત કરે છે અને પછી સ્વિમિંગ કરવા જાય છે અને રોજ દોઢથી 2 કલાક સુધી એક્સરસાઈઝ કરે છે અને આજ કારણે 77 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ એન્ડ ફાઇન છે. સૌથી ખાસ વાત એ કે ફિરોઝ ઇરાની તેમની પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ફિરોઝ ઈરાની પહેલી જ નજરમાં કામાક્ષીને પ્રેમ કરવા લાગ્યા હતાં.