માયાભાઈ આહીરનો દિકરો હીરો કરતા વિશેષ જિંદગી જીવે છે ! તેમની કાર નુ કલેક્શન જોશો તો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત અને કલાકારો વિશ્વમાં પોતાની અલગ જ ઓળખ ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે તમામ લોકો ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાતી નાટકો અને ડાયરાઓ, તથા ભવાઈઓ વગેરેના ફેન છે. અને આવા કલાકારો ને પણ ઘણો પ્રેમ મળે છે. આપણે અહીં એક એવાજ લોક લાડીલા કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના ડાયરાએ લોકોને ઘણા હસાવ્યા છે. અને લોકો તેમને ઘણો જ પ્રેમ પણ આપે છે.
આપણે અહીં લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર માયા ભાઈ આહીર વિશે વાત કરવાની છે અને તેમના પુત્ર વિશે પણ વાત કરવાની છે, સૌ પ્રથમ જો વાત માયા ભાઈ અંગે કરીએ તો હાલમાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોઈ કેજે માયા ભાઈના નામથી અપિરિચિત હોઈ આપણા માંથી લગભગ દરેક વ્યક્તિ એક વારતો તેમના કાર્યક્રમમાં ગયાંજ હસું. જો કે હાલમાં માયા ભાઈ પાસે ઘણો પૈસો છે, અને તેઓ અને તેમનો પરિવાર ઘણું સારું અને આલીશાન જીવન જીવે છે.
જો કે આ આલીશાન અને વૈભવી જીવન માયા ભાઈને પહેલાથી જ મળ્યું એવું નથી. તેમની પાસે શરૂઆત માં કોઈ પણ વસ્તુ ન હતી જો કે બાદમાં ધીરે ધીરે તેમણે પોતાની આવડત અને મહેનત ને કારણે લોકોમાં પોતાની ઓળખાણ બનાવી અને જેના પોતાની આવડત અને લોકોના પ્રેમના કારણે તેઓ આજે આટલા સફળ લોક સાહિત્યકાર છે. કે જેમની લોકપ્રિયતા દેશ વિદેશ સુધી ફેલાયેલ છે.
જો વાત માયા ભાઈના પુત્ર વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમનું નામ જયરાજ આહીર છે. હાલમાં જયરાજ જેવું વૈભવી અને રજવાડી જીવન જીવે છે કદાચ તેના વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ. જણાવી દઈએ કે જયરાજ આહીર નો જન્મ ભાવનગર માં 22 મેં ના રોજ થયો હતો. જોકે હાલમાં જયરાજ આહીરે પિતાનો વારસો સાંભળ્યો નથી. એટલે કે જયરાજ પિતાની જેમ સાહિત્ય ની નજીક નથી. પરંતુ તેઓ અવાર નવાર પિતા સાથે ડાયરામાં જોવા મળે છે.
જો વાત જયરાજ આહિરના જીવન વિશે કરીએ તો જણાવી દઈએ કે જયરાજ ની જીવનશૈલી ઘણી જ વૈભવી છે. તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, અને સમાજ સેવાના કર્યો માં ઘણા સારા કામો કરી રહ્યા છે. જો વાત તેમના જીવન અંગે કરીએ તો તેમના જેવી જીવન જીવવાની સૌ કોઈ ઈચ્છા ધરાવતા હોઈ છે. જણાવી દઈએ કે હાલમાં તેમની પાસે HUMMER H2 ગાડી છે કે જેની કિંમત આશરે 75 લાખ છે. જયારે ઓડી Q3 પણ છે કે જેની કિંમત 42 લાખ છે. સાથો સાથ બીએમડબલ્યુ 40 લાખ મર્સીડીસ CLA 200 કે જેની કિંમત 31 લાખ છે તેવી ઘણી આલીશાન ગાડીઓ છે, ટૂંકમાં જયરાજ ઘણું જ વૈભવી જીવન જીવી રહ્યા છે.