મળો ગુજરાતના “ટ્રી મેન” ને જેમણે 18 ” વર્ષ મા 21 હજાર વૃક્ષો નો ઉછેર કર્યો અને બનાવ્યુ અનોખુ પ્રવાસન સ્થળ…જાણો ક્યા…
વિઠ્ઠલ સવજી મુંગરા છેલ્લા 18 વર્ષથી આ જગ્યાને પોતાની મહેનતથી વિકસીત કરી રહ્યા છે. હાલમાં શહેરથી નજીકમાં તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, 54 વર્ષીય વિઠ્ઠલ મુંગરાને નાનપણથી વૃક્ષો પ્રત્યે અનોખો લગાવ છે. તેમને વૃક્ષો વાવવાની પ્રવૃતિમાં જ નહી પરંતુ વૃક્ષોના જતનની પ્રવૃતિમાં પણ ભારે લગાવ રાખે છે.
વર્ષ 2004માં તેમણે બીમારીના કારણે મોતને ખૂબ જ નજીકથી જોયુ છે. જેથી મોતના મુખમાંથી પરત આવતા પોતાનુ બીજુ જીવન તેમણે વૃક્ષો માટે સમર્પિત કર્યુ. તેમને અલ્સરની બીમારી થઈ હતી. ત્યારે તબીબોએ પણ તેમની બીમારીમાંથી બહાર આવવાની શકયતા નહીવત ગણાવી હતી. સાથે બીમારીના કારણે કામમાં પુરતો સમય ના આપી શકતા આર્થિક સંકળામણ પણ વધી હતી.બીમારી પછી તેઓ પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઠૈબા નજીક આવેલા બે ભાઈના ડુંગરના નામથી જાણીતી જગ્યાએ આવ્યા હતા.
ત્યાં તેમના કુળદેવી ખોડીયાર માતાનુ મંદિર છે. મંદિરમાં ઘણા દિવસો સુધી તેમણે સમય વિતાવ્યો હતો. બાદમાં મંદિર આસપાસ જંગલ જેવુ હોવાથી તેની સાફ સફાઈ કરી હતી. સાથે જ થોડા વૃક્ષોને વાવીને તેનો ઉછેર કર્યો હતો. જે પછી પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુકત થયા હતા અને સ્વસ્થ થતા પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરુ કર્યુ.
વિઠ્ઠલ મુંગરા બ્રાસની ભઠ્ઠીમાં કામ કરતા હતા, ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને 200 વૃક્ષના પાંજરા આપ્યા હતા. જે પાંજરાનો યોગ્ય ઉપયોગ કરીને 200 વૃક્ષોનુ વાવેતર અને વિઠ્ઠલ મુંગરાએ તેનુ જતન કર્યુ. બાદમાં ડુંગર પર આસપાસની આશરે 2 કિમીની ત્રિજયામાં તેમણે વૃક્ષોનુ વાવેતર કર્યુ. હાલમાં પણ વિઠ્ઠલ મુંગરાનો સુર્યોદય અને સુર્યાસ્ત ડુંગર પર જ થતો હોય છે. છેલ્લા 12 વર્ષથી તેમના પુત્રએ તેમના કામની જવાબદારી સંભાળતા પોતે હવે કામમાંથી નિવૃતિ લઈને પર્યાવરણ માટે સેવા કરે છે.
વિઠ્ઠલ મુંગરાએ કુલ 25 હજાર વૃક્ષોના ઉછેરનો સંકલ્પ કર્યો છે. જે પૈકી છેલ્લા 18 વર્ષમાં 21 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો છે. જેમાંથી 16 હજાર જેટલા વૃક્ષો તો માત્ર બે ભાઈના ડુંગરની જગ્યાની આસપાસ છે. વનવિભાગ અને સેવાકીય સંસ્થા દ્વારા છોડ મળે છે. તો અનેક દાતાઓ દ્વારા મળેલા દાનથી આ વૃક્ષોના ઉછેર કરીને પર્યાવરણની તે સેવા કરી રહ્યા છે.પથ્થરવાળી જગ્યાએ પણ દૈનિક કલાકોની વર્ષો સુધી મહેતન કરીને વૃક્ષોના વાવેતર પછી પણ તેની માવજત કરીને વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો
આંબલી, લીમડો, દાડમ, પીપળો, કરજ, સીતાફળ, જામફળ, સહીતના વિવિધ પ્રકારના વૃક્ષોનુ વાવતેર કર્યુ છે. તેની આ સેવાકીય પ્રવૃતિ માટે અનેક સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરીને સન્માનપત્ર આપવામાં આવ્યા છે. તેમના મહેનતથી 16 હજાર વૃક્ષોથી આ ડુંગરની આસપાસ લીલી ચાદર છવાયેલ હોવાથી તે રમણીય દેખાય છે. બે ભાઈના ડુંગર પર મેરખેશ્વર મહાદેવનુ મંદિર છે, ત્યાં સંતો, ઋષિમુનિઓ, દેવી-દેવતાઓની 108 નાની મુર્તિઓ છે. ખોડીયાર માતાજીનુ મંદિર છે.