દુબઇમાં પણ મુકેશ અંબાણીનો ડંકો! ખરીધું સૌથી મોંઘુ ઘર, ઘર અંદરની તસવીરો જોઈ આંખો ચાર થઇ જશે….
દેશ ના સૌથી મોટા ધનાટય પરિવારો અદાણી અને અંબાણી હંમેશા કોઈ ને કોઈ બાબતો ને લઈ ને ચર્ચા મા હોય છે તાજેતર મા જ મુકેશ અંબાણી ને ધમકી ભર્યા ફોન કોલના લીધે ઘણા ચર્ચા મા આવ્યા હતા જયારે હવે અંબાણી પરિવાર ફરી એક વખત ચર્ચા નો વિષય બન્યો છે. મિડીઆ રીપોર્ટ મુજબ મુકેશ અંબાણી એ હવે દુબઈ મા દરીયા કિનારે આલિશાન વિલા ખરીદ્યો છે કેની કીંમત 80 $ મીલીયન કેહેવામા આવી રહી છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો દુનીયા ના સૌથી અમીર લોકો જે દેશ મા બિઝનેસ માટે જાણીતો છે તે દેશ દુબઇ મા મુકશે અંબાણી એ આ વિલાની ખરીદી કરી છે જેની કીંમત $ 80 મીલીયન જેને ભારતીય રુપીયા મા ગણતરી કરીએ તો રૂ.6,396,744,880 થાય છે
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, પામ જુમેરાહ બીચ પરની આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે.
જો આ વિલા ની ખાસ વાત કરવા મા આવે તો આ વિલા મા દસ રુમ , અંદર અને બહાર પુલ ની સુવિધા છે બીચફ્રન્ટ હવેલી હથેળીના કદના કૃત્રિમ દ્વીપસમૂહના ઉત્તર ભાગમાં સ્થિત છે. ત્યા ની સરકાર દ્વારા વિદેશીઓને આકર્ષવા માટે ખાસ ગોલ્ડન વિઝા આપવા મા આવી રહ્યા છે જ્યારે મુકેશ અંબાણી એ શહેર નુ સૌથી મોંધુ ખરીદ્યુ છે જે હવે બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાન જેવા દિગ્ગજો અંબાણીના નવા પડોશી બનશે.
મુકેશ અંબાણી હવે પોતાની કંપની અને બીઝીનેસ ની ડોર યુવા પેઢી ને સોપી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે અને ખાસ કરી ને અંબાણી પરિવાર વિદેશો મા રિયલ એસ્ટેટ ક્ષેત્ર મા ખાસુ રોકાણ કરી રહ્યા છે.
ગયા વર્ષે, રિલાયન્સે યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે $79 મિલિયન ખર્ચ્યા હતા. તેમાં જ્યોર્જિયન યુગની હવેલી છે, જે મોટા પુત્ર આકાશ અંબાણી માટે ખરીદવામાં આવી હતી.
મુકેશ અંબાણી એ જયા વિલા ની ખરીદી કરી છે તે ટાપુ ની વાત કરવા મા આવે તો તેનુ નામ જુમેરાહ ટાપુ છે જુમેરાહ ટાપુઓ વૈભવી હોટેલ્સ, વૈભવી ક્લબ્સ, સ્પા, રેસ્ટોરન્ટ્સ અને વાદળી પાણીના આકર્ષક દૃશ્યો સાથે વૈભવી એપાર્ટમેન્ટ ટાવર્સનું ઘર છે.
તેનું બાંધકામ 2001માં શરૂ થયું અને 2007ની આસપાસ લોકો ત્યાં રહેવા લાગ્યા. દુબઈનું પ્રોપર્ટી માર્કેટ તેના અર્થતંત્રમાં ત્રીજા ભાગનું યોગદાન આપે છે. નવા નિયમો હેઠળ, જો રોકાણકારો ઓછામાં ઓછા 20 લાખ દિરહામની મિલકત ખરીદે તો તેમને 10 વર્ષનો વિઝા મળી શકે છે.