EntertainmentGujarat

ભાવનગર નુ નારેશ્વર મહાદેવ મંદિર જેના પગથીયાં તોડવાનો અંગ્રેજો દ્વારા પ્રયાસ કરાતા મહાદવે ચમત્કાર

કૃષ્ણકુમારસિંહજીની નગરી એટલે ભાવનગર શહેર! ભાવનગર શહેરમાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થાનો આવેલા છે, જે પોતાનો અનેક જ ઇતિહાસ અને મહત્વ ધરાવે છે. આજે આપણે આ નગરીમાં આવેલ મહાદેવના મંદિર વિશે જાણીશું જે 71 વર્ષ પુરાણુ છે. આ મંદિર તેનું અલગ જ મહત્ત્વ ધરાવે છે, જેમાં અગેજોનું શાસન સમયનું આ મંદિર છે.

આ મંદિરની સ્થાપના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. અંગ્રેજોના શાસન વખતે નારેશ્વર મહાદેવના મંદિરના પગથીયા તોડવાનો પ્રયાસ કરતા શિવજીએ તે પ્રયત્ન વ્યર્થ કરી દેતા અંગે જોના અફસરને નમતું જોખવું પડ્યું હતું બાદમાં તેઓ એ ત્યાં જેમ ગાયના મુખમાંથી ગંગાપારા વહે તેમનું ગૌમુખી ફુવારો બાંધ્યો હતો.
આ શહેરના -ત્રણ સ્થળોએ તો પરિવારના સભ્યની સ્મૃતિમાં પણ શિવાલયો આવેલા છે,

ગોહિલવાડમાં સમુદ્રતટે ગોપનાથ, સમુદ્ર મુખ્ય નિકલંક મહાદેવ, પર્વતમાથા પર માળનાથ મહાદેવ, ઉંચી ટેકરી પર તો કાર મહાદેવ, ભોંયરામાં રાજનાથ મહાદેવ સહિતના શિવાલય તેની વિશિષ્ઠતાથી શિવભકતોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જુના વડવા વિસ્તારમાં હાલના આંબા ચોકમાં આવેલ રાજાશાહી વખત થી આવેલ દરબારગઢની સામે આવેલ આ શિવાલય જમીનથી ૧૫ ફૂટની ઉંચાઈએ આવેલ છે અને એક મંદિર જમીન અંદર બીરાજમાન છે. આ મંદિર શિવરાત્રીનું પાવન પર્વ ઉજવાય છે, જેમાં ભાગ અને સીંગનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *