EntertainmentGujarat

કુદરતી સૌંદર્ય માણવા હાંરદ્વાર કે ઉત્તરાખંડ જવાની જરુર નથી ! ગુજરાત ના આ જીલ્લા ઓ મા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કલા એ ખીલી ઉઠે છે. ત્યારે હાલમાં જ વરસાદ બાદ સાપુતારા-આહવામાં કુદરત સોળે કળાએ ખીલી ઊઠી; પ્રવાસીઓ વાતાવરણ માણવા ઊમટ્યા છે, ત્યારે ડાંગ વિશે આપણે જાણીએ.ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં સૌથી વધુ કુદરતી સુંદરતા ધરાવતાં ડાંગ જિલ્લાની પહેલી ઓળખ ગિરિમથક સાપુતારા છે. ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું રાજ્યનું એક માત્ર ગિરિમથક ઉપરાંત ડાંગ પાસે ઘણુ છે.

ચોમાસામાં આ વિસ્તાર પર કુદરત મહેરબાન ચાય છે. તેની સુંદરતા સોળે કળાએ ખીલે છે, પણ આ સુંદરતા અદભુત હોય છે. વનમાંથી કુદરતના ખોળે પહોંચ્યાનો અહેસાસ થયા વિના રહેતો નથી. ઊંચા પહાડ, ઊંડી ખાઈ, ચારે બાજ જંગલ અને કાન દઈને સાંભળો તો ક્યારેય ન સાંભળ્યા હોય એવી પક્ષીઓનો કલવરવ સંભળાય એટલે સમજી લેવું કે તમેડાંગ જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે.

ડાંગ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ સાપુતારા રાજ્યનું ઐક માત્ર ગિરિમથક હોવાનું નિર્દ ધરાવે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં શિરડી સાંઈ બાબાના દર્શને જતાં-આવતાં પ્રવાસીઓ એક રાત્રી સાતારામાં રોકાણ કરી ડાંગની કદરતી સંદરતાનો આનંદ માણતા હોય છે

કેટલાક કુદરતી પ્રેમીઓ વિકએન્ડમાં સાપુતારા પહોંચે છે.મારે સાપુતારામાં રાત્રી રોકાણ માટેની સુવિધાઓ ઉપરાંત નાના બાળકથી લઈને મોટેરાઓને મજા પડે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.સાપુતારા જતા રસ્તામાં ઠેક-ઠેકાણે નાનાં-નાનાં ઝરણાં વહી રહ્યાં છે.

સાપુતારામાં ભેખડો ઘસી પડવાને કારણે હાલ પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી છે. તંત્ર દ્વારા સાપુતારા ઘાટ રસ્તો મોટા વાહન માટે બંધ કરાયો હોવાથી વાહનોની અવરજવર નહિવત છે.પરંતુ મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓએ ધુમ્મસિયા વાતાવરણની મઝા માણી હતી.

ગુજરાતના કોઈ પણ શહેરથી ડાંગનો પ્રવાસ ખેડવા માંગતા પ્રવાસી સુરતથી કાર ભાડે કરીને કે પછી પોતાના વાહન દ્વારા પ્રવાસની શરૂઆત કરી શકે છે. ડાંગની કુદરતી સુંદરતાને મારવા માગતા પ્રવાસીઓ પેરાગ્લાઇડિંગ, રોપ-લે, બોટિંગ ઉપરાંત સનસેટ જેવા સ્થાનો નો તમે અહીંયા વધુ આનંદ માણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *