પુનમ ના દીવસે બાપા જે ભક્ત ના ઘરે જમવા ગયાં એનો જ દીકરો ગુજરી ગયો, પછી બાપા એ પણ ચમત્કાર બતાવ્યો
બગદાણાનાં મહાન સંત એટલે ભજરંગદાસ બાપુ જેમનું જીવન સદાય રામસીતાની ભક્તિમાં વિત્યું! એવા આ મહાન સંતનું જીવન પણ એટલું જ પવિત્ર હતું કે તેમણે અનેક જીવોનું કલ્યાણ કર્યું અને સાથોસાથ એવા પરચા આપ્યા કે અનેક પેઢીઓ સુધી તેમના આ ચત્મકારોને કોઈ વિસરી નહીં શકે. આજે આપણે બાપસીતા રામના જીવનો એક યાદગાર અને ચમત્કારી પરચો સાંભળવવાનો છે.
એ દીવસ એક ગામડાનો ગરીબ માણસ બાપા સીતારામ પાસે આવ્યો અને કહ્યું બાપુ મારી એક વિનંતી મારા આંગણે જમવા પધારો. બાપુ એમ કહ્યું હું કોક દિ આવીશ ત્યારે ગરીબ માણસે પગ પકડીને કહ્યું મારી એક જ ઈચ્છા છે તમે મારા આંગણે જમવા પધારો. ત્યારે બાપાએ એક માણસને બોલાવી કહ્યું એક પેન અને કાગળ માગવી અંદર લખ્યું આ વારે અને આ તારીખે તારા ઘરે જમવા આવીશ અને મારી એક શરત છે મારી શરત એ છે કે જ્યારે હું જમવા આવું ત્યારે તારી ઘરવાળી સિરો બનાવી આપે ત્યારે હું જમવા આવું.
માણસ હરખવા લાગ્યો અને કહ્યું એમાં શું મોટી વાત છે એવું જ થશે. એ દિવસ આવી ગયો અને બજરંગદાસ બાપા તેના ઘેર આવ્યા. ત્યારે તેના ઘર આંગણે ઘણા બધા લોકો બેઠા છે ત્યારે બાપાને એ ખબર ન હતી કે શું ઘટના બની છે. જ્યારે બજરંગદાસ બાપાએ એવું કહ્યું હતું કે તારી ઘરવાળી સીરો બનાવી આપે ત્યારે જમીશ. માણસ ની ઘરવાળી એમાં કહ્યું તમે થોડીક વાર બેસો હું હમણાં બનાવીને લાવું.
જેના દીકરાનું દેહ આંગણે પડ્યું હોય એ જનેતા કયા મોઢે સીરો બનાવે. જ્યારે એમ કેહવાય સૌરાષ્ટ્રનો સંત આંગણે પધાર્યા હોય. ત્યારે જનેતાએ સીરો બનાવ્યો અને થાડમાં સીરો પીરસ્યો અને એટલુ કહ્યું બાપા જમવા પધારો આસનીયું પોથર્યું. બાપા અંતરયામી હતા આમ નજર કરીને કહ્યું તું બગદાણા આવતો હતો ત્યારે તારો દીકરો જોડે હતો એ ક્યાં છે. એને બોલાય મારી પાસે જમવા બેસાડ.
દીકરાના પિતાની આંખ માથી આંસુ નીકળી પડ્યા. તે સૌરાષ્ટ્રના સંતથી જોવાયું નહીં અને કહ્યું દીકરાને બોલાય એને મારી સાથે જમવા બેસાડ. ત્યારે એ માણસે કહ્યું તમે આવ્યા એ પેહલા મારા દીકરો મરી ગયો છે. ત્યારે બાપાએ કહ્યું એ તો રિસાઈ ગયો છે તેને મારી જોડે જમવા બેસવું છે એટલે તે રિસાઈ ગયો છે. એટલુજ કહેતા મરેલા દીકરામાં જીવ આવી ગયો અને બાપા સાથે જમવા બેસી ગયો આવો દિવ્ય ચમત્કાર હતો બાપનો તેમજ એ બંને દંપતી ભક્તિ અને આશરો ધર્મ ખૂબ દ્રઢ હતો.