અમદાવાદના લોકો હવે હેલીકોપ્ટર રાઈડ ની મજા માણી શકશે ! જાણો શુ છે ચાર્જ અને કયાં કરાવવુ પડશે બુકીંગ…
દેશ વિદેશ ના અનેક મોટા શહેરો મા હેલીકોપ્ટર ની સેવા ઉપલબ્ધ છે ત્યારે ગુજરાત મા અમદાવાદ મા પણ હવે હેલિકોપ્ટરમાં બેસીને શહેરના એરિયલ વ્યૂની મજા માણી શકે તે માટે સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડ શરૂ કરાઈ છે. અને આ આઈડ ને લઈને શહેરીજનો ખુબ ઉત્સાહીત છે. આ રાઈડ અંગે Divyabhaskar ના અહેવાલ પરથી ઘણી બાબતો જાણવા મળી હતી જે અમે તેમને જણાવીશું.
આ રાઈડનો શરુવાત કરનાર કંપનીનુ નામ એરોટ્રાન્સ છે. આ જોઈ રાઈડ મા અમદાવાદ ના અનેક સ્થળો ની આખાશી નજારો જોવા મળશે જેમા ખાસ કરી ને SVP, એસ.જી હાઈવે, ગુરુદ્વારા, સાયન્સ સિટી, સરદાર પટેલ રિંગ રોડ, પાલડી, સરખેજ તથા રિવરફ્રન્ટ સુધીનો આકાશી નજારો કવર કરી શકાશે. આ રાઈડ ને લઈ ને અમદાવાદ ના લોકો એટલા ઉત્સાહીત છે કે ફેબ્રુવારી સુધી નુ બુકીંગ ફુલ થય ગયુ છે.
એરોટ્રાન્સ કંપની દ્વારા ચાલુ કરાયેલી રાઈડ શુક્રવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે દિવસ સુધી ચાલું રહેશે. જયારે આ અંગે એવુ પણ જાણવા મળ્યુ છે કે માર્ચ 2022થી સાયન્સસિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ(વૈષ્ણોદેવી સર્કલ) તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવી શકે છે. આ રાઈડ અંગે એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના ડાયરેક્ટર રાજીવ ગાંધી ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મા તમામ રાઈડસ ફુલ હતી.
જેમા કુલ 600 લોકોએ આ રાઈડ ની મજા માણી હતી. આ રાઈડ ની બુકીંગ ની વાત કરવામા આવે તો એરોટ્રાન્સની વેબસાઈટ www.aerotrans.in થકી ઓનલાઈન માધ્યમથી થાય છે અને દરેક જોય રાઈડ માટે પેસેન્જરદીઠ ચાર્જીસ રૂ. 2,360 છે. ઉપરાંત કંપની પાસે 3 હેલિકોપ્ટર્સ છે, જેના થકી એરસ્ટ્રિપ્સ ન હોય તેવા પોઈન્ટ-ટુ-પોઈન્ટ લોકેશન્સથી મુસાફરી કરવાનો હેતુસર થઈ શકશે.