સિંઘમ તરીકે ઓળખાય છે ગુજરાત ના આ IPS ઓફિસર ! એક સમયે નાના એવા ગામ મા ઊંટ ગાડી ચલાવતા બાદ 12 સરકારી નોકરી મેળવી અને હવે આ જીલ્લા મા ફરજ..
ગુજરાતના સિંઘમ તરીકે ઓળખાતા પ્રેમસુખ ડેલુ એક લોકો વચ્ચે ઈમાનદાર પોલીસમેન તરીકે ની નામના ધરાવે છે. સાથે એક કડક છાપ પણ ધરાવે છે. તેવા સામાન્ય લોકો ની વચ્ચે જઈને અનેક વખત લોકો ની મુશ્કેલીઓ જાણવાનો પણ પ્રયાસ કરતા જોવા મળે છે. આજે આપણે તેમના જીવનની જાણી- અજાણી વાતો જાણીશું કે કંઈ રીતે તેઓએ જીવમમાં મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવી છે
IPS બનવા માટે જીવન મા ઘણો જ સંઘર્ષ કર્યો છે, જે આજના યુવાનો માટે પ્રેરણા સમાન છે. પ્રેમસુખ ડેલુ મુળ વતન રાજસ્થાન બિકાનેર જિલ્લામાં નોખા તાલુકાના રાસીસર ગામ ના છે. પ્રેમસુખ ડેલુ નો જન્મ 3 એપ્રિલ 1988ના રોજ થયો હતો. પ્રેમસુખ ડેલુના પરીવાર મા માતા પિતા અને કુલ ચાર ભાઈ બેન છે. નાના એવા ગામ મા જન્મેલા પ્રેમસુખ ડેલુ નાનપણ જ ભણવામા હોશીયાર અને પરિવાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને અને પિતા રામધન ડેલુ ઊંટગાડી ચલાવતા હતા.
વર્ષ 2010માં તેઓને સરવેયર લેખપાલની નોકરી મેળવી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સાથે પ્રેમસુખ ડેલુ એ 6 વર્ષ મા 12 પદ પર સરકારી નોકરી કરી રેકોર્ડ બનાવ્યો હતો. ઘર ની આર્થિક નબળી પરિસ્થિતિ હોવા છતા હાર નહોતી માની અને નાનપણ થી જ તવોએ નક્કી કર્યુ હતુ કે તેવો સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરવા માંગતા હતા અને તેવો એ પોતાનુ લક્ષ પુરુ કર્યુ હતુ.
ત્યાં સુધીમાં તેણે UGC નેટની પરીક્ષા પાસ કરી લીધી હતી અને B.Ed પણ કર્યું હતું. હવે તેને કોલેજમાં લેક્ચરરની નોકરી મળી ગઈ હતી. આ પછી તેણે UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. આ પછી, તે રાજસ્થાન PCS પરીક્ષા દ્વારા મામલતદાર પદ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
મામલતદાર જેવા અત્યંત વ્યસ્ત અને જવાબદાર પદ પર હોવા છતાં તેમણે IAS બનવાનું સ્વપ્ન છોડ્યું ન હતું. ઓફિસની ડ્યુટી પૂરી થયા પછી તેણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. અંતે, વર્ષ 2015 માં, બીજા પ્રયાસમાં, તેણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળતા મેળવી. તેઓ IPS બન્યા હતા. ગુજરાત કેડરના આઇપીએસ થયા બાદ તેઓએ રાજસ્થાનના શિક્ષક દંપતીની પુત્રી ભાનુશ્રી સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા છે.પ્રેમસુખની પ્રથમ પોસ્ટિંગ ગુજરાતના અમરેલી જિલ્લામાં ACPની પોસ્ટ પર હતી અને હાલમાં તેઓ એસપી તરીકે જામનગરમાં ફરજ બજાવી રહ્યા છે અને પ્રજાજનોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે.