ઓપરેશન કરતા યુવકના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે જોઈને ડોક્ટરનો ભેજા ફ્રાય થઇ ગયો! જુઓ શુ છે..
આપણે જાણીએ છે કે ઘણા લોકોને ન ખાવાની વસ્તુ ખાવાની આદત હોય છે જે સમય જતા જીવનું જોખમ બનતું હોય છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે. યુવાનના પેટમાંથી એવી વસ્તુઓ નીકળી કે ડોક્ટરનું ભેજું કામ કરતું બંધ થઈ ગયું. ચાલો અમે આપને જણાવીએ આ ઘટના ક્યાંની છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરમાં એક ખાનગી કંપનીના એકાઉન્ટન્ટે એક પછી એક 56 બ્લેડ ગળી ગયેલ. આ પછી તેને લોહીની ઉલ્ટી થવા લાગી. મિત્રોએ યુવકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
જ્યારે તબીબોએ સોનોગ્રાફી કરી તો તેઓના પણ હોશ ઉડી ગયા. વ્યક્તિના ગળામાં ગંભીર ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા. પેટમાં અનેક બ્લેડ મળી આવ્યા હતા. જેના કારણે આખા શરીરમાં સોજો આવી ગયો હતો. શરીરની અંદર ઘણી જગ્યાએ કટ હતા. સાત ડોક્ટરોની ટીમે પેટની બ્લેડ કાઢવા માટે 3 કલાક સુધી ઓપરેશન કરીને કોઈક રીતે યુવકનો જીવ બચાવ્યો હતો.
યુવકના મિત્રોએ જ યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડૉ.નરસી રામ દેવસીએ પહેલા યશપાલનો એક્સ-રે કરાવ્યો અને પછી સોનોગ્રાફી. જેમાં તેના પેટમાં ઘણી બ્લેડ જોવા મળી હતી. આ પછી, ખાતરી કરવા માટે એન્ડોસ્કોપી કરવામાં આવી, પછી પેટમાંથી બ્લેડ કાઢવા માટે તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. ડૉક્ટર નરસી રામ દેવસીના જણાવ્યા અનુસાર, જ્યારે યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ઓક્સિજનનું સ્તર 80 પર હતું. તપાસમાં પેટમાં સર્જરી કરીને 56 બ્લેડ કાઢવામાં આવ્યા હતા. હાલ યશપાલની હાલત સ્થિર છે.
ડો. નરસી રામ દેવસીએ જણાવ્યું કે યશપાલે કવરની સાથે 3 પેકેટ બ્લેડ ગળી ગયેલો. ડૉ.નરસી રામ દેવસીએ જણાવ્યું કે યુવકને ચિંતા અથવા ડિપ્રેશન હોઈ શકે છે, જેના કારણે તેણે બ્લેડના 3 આખા પેકેટ ગળી લીધા હતા.જ્યારે બ્લેડ પેટ સુધી પહોંચી તો તેનું કવર ઓગળી ગયું,
જેના કારણે પેટની અંદર કપાઈ જવાથી લોહી નીકળવા લાગ્યું. જેના કારણે યુવકને લોહીની ઉલ્ટી થવા લાગી હતી. સર્જરી બાદ બ્લેડ કાઢી નાખવામાં આવી હતી અને પેટમાં થયેલા ઘાની સારવાર પણ કરવામાં આવી હતી.