સુરતના ડાયમંડ કિંગ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર સાથે લોનાવલા અને ભીમાશંકરની મુલાકાત લીધી, શેર કરી આ ખાસ તસવીરો…
સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સવજીભાઈ ધોળકિયા હાલમાં પોતાના પરિવાર સાથે લોનાવલા અને ભીમાશંકરની મુલાકાત લીધી છે. આ યાત્રા દરમિયાન તેમને જે અનુભવો થયા તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
સવજીભાઈએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું છે કે, દરેક પગલું, દરેક શ્વાસ, મને આ પ્રાચીન પુરાતન ભારતના હૃદય તરફ દોરી જાય છે. ભારતના મારા આ સફરમાં મને મારા આંતરિક આધ્યાત્મિક સ્વરૂપ થી વર્ચિત કરાવ્યું છે.”લોનાવલા અને ભીમાશંકરના માર્ગોએ મારામાં નવી શક્તિ અને ઉત્સાહનો અનુભવ જગાવ્યો છે.
આ સ્થળોની પ્રાચીન ઉર્જા અને પવિત્રતા મને મારા આંતરિક આધ્યાત્મિક સ્વરૂપ તરફ જોવા માટે પ્રેરિત કરે છે. અહીં, પ્રકૃતિની શાંતિ વચ્ચે, મેં આ અગ્નિને મારી આંતરિક શક્તિ, જુસ્સો અને જીવન માટે ઉત્સાહ તરીકે અનુભવ્યો.”
તેઓ આગળ જણાવે છે કે, “આ કુદરતી અગ્નિ મને આંતરિક જ્ઞાન અને શક્તિ તરફ દોરી જાય છે. આ પવિત્ર સ્થળોમાં હું જે તપ અને ધ્યાન કરું છું તે મારા જીવનના દરેક પાસાને પ્રકાશિત કરે છે, ઊંડા સત્ય અને દ્રષ્ટિઓને પ્રગટ કરે છે. આ યાત્રાની દરેક ક્ષણ મારી આંતરિક અગ્નિની શોધ છે, જે નવો આનંદ અને જીવનશક્તિ લાવે છે.”
સવજીભાઈ ધોળકિયાની આ યાત્રા આપણને શીખવે છે કે સફળતા માત્ર પૈસા અને સત્તાથી જ મળતી નથી પરંતુ આંતરિક શાંતિ અને સંતોષથી પણ મળે છે. આપણે પણ આપણા જીવનમાં સંતુલન જાળવવું જોઈએ અને આધ્યાત્મિકતા તરફ વધુ ધ્યાન આપવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો