EntertainmentGujarat

એક સમયે ઘંટી ચલાવનાર હકાભા ગઢવીનું જીવન મોરારીબાપુનાં આર્શિવાદ થી આવી રીતે બદલાય ગયું!

ગુજરાતમાં અનેક લોકસાહિત્ય અને લોક ગાયક કલાકાર છે, ત્યારે આજે આપણે એક એવા હાસ્યકલાકાર વિશે વાત કરીશું જેમણે પોતાની કળા દ્વારા ખૂબ જ નામના મેળવી છે અને તેમને કોરોના સમયમાં પોતાની સંપત્તિ દાનમાં આપી દીધી હતી. આ હાસ્યકલાકાર એટલે હકાભા ગઢવી. જેમનાં વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. ચાલો અમે આપને હકાભા ગઢવીમાં જીવનની સંઘર્ષમય કથા જણાવીએ કે કંઈ રીતે સામાન્ય પરિવારમાં જન્મેલા હકાભા ગઢવી એ પોતાનાં જીવનમાં સફળતા મેળવી.

હકાભા ગઢવી એટલે ગુજરાતનાં હાસ્યકલાકાર જેમણે ગુજરાતીઓના હદયમાં હાસ્યરસનું પાન કરાવ્યું. આ કલાકારના જીવન વિશે એક ઓછેરી ઝલક નિહાળીએ.ગુજરાતના લોકપ્રિય કલાકાર હકાભા ગઢવીનો જન્મ 10 જૂલાઈ 1976માં થયો હતો. તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ સરભળા ગામ છે. હકાભા જ્યારે નાના હતા ત્યારે જ તેમના પિતા સાધુ થઈ ગયેલ અને તેઓ તેમના માતા અને દાદીમાં સાથે જ રહેતા હતા. હકાભા ભાઈ બાળપણમાં જ માતાની છત્ર છાંયા પણ ગુમાવી અને તેમનો ઉછેર તેમના દાદીમાં એ કર્યો.

ઘણા લોકો જાણતા પણ નહીં હોય કે હકાભા ગઢવીનું સાચુ નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું હતું કારણ કે માતાનાં નિધન બાદ તેમના પિતાનું પણ નિધન થઈ ગયેલું. ત્યારે આખરે તેમના દાદીમાએ ઘરકામ કરીને પણ હકાભાનો ઉછેર કરેલ અને તેમને શાળામાં અભ્યાસ માટે મોકલ્યા પરતું તેમને ભણવામાં બહુ રસ જ ના હતો પરંતુ શાળામાં થતા કાર્યક્રમમાં તેઓ ઉત્સાહભેર ભાગ લેતા.


હકાભા ગઢવી એ 7 ધોરણ સુધીનો અભ્યાસ કરીને 14 વર્ષની ઉંમરે નોકરી કરવા અમદાવાદ ગયા અને અહીંયા તેઓ પુઠા બનાવવાનાં કારખાનામાં કામે પણ લાગી ગયા અને એસિડના કેરબા પણ ઉપાડ્યા અને ત્યારબાદ તેમને ઘંટી ચલાવવાનું શરૂ કર્યું એ કામ બરોબર ચાલ્યું અને એ સમયગાળામાં લગ્ન કર્યા અને ત્યારબાદ એવી તકલીફ આવી કે ફરી તેમનું કામ બંધ પડ્યું અને આખરે તેમને કડીયા કામ શરૂ કર્યું. એક સમય એવો આવ્યો કે, તેમની દીકરીને વીંછી કરડ્યો પરતું તેમની પાસે સારવારના 7000 રૂ નાં હતા અને આજ કારણે તેમની દીકરીને જીવ ગુમાવવો પડ્યો.


જીવનમાં એક પછી એક દુઃખો આવતા ગયા પરતું આખરે તેમના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો પણ ખરો. વાત જાણે એમ છે કે, દર વર્ષે સોનલ બીજના દિવસે ચારણ સમાજ ભેગી થતી અને સૌ કોઈ કલાકારો સાહિત્યનું રસપાન કરાવતા અને એમાં હકાભા ને પણ સ્થાન મળતું અને બસ પછી તો સમય જતાં તેમને પોતાનું જીવન હાસ્યરસ પીરસવાનું નક્કી કર્યું અને તેમને માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી સાથે પણ કામ શરૂ કર્યું અને આખરે તેમનું જીવન ત્યારે બદલાયું જ્યારે તેમને મોરારી બાપુ સાથે રહીને દેશ વિદેશમાં લોકોને પોતાની કળા થી મંત્રમુગ્ધ બનાવ્યા.

આજે હકાભા ગુજરાતમાં એક લોકપ્રિય કલાકાર તરીકે પ્રખ્યાત છે અને હાલમાં જ કોરોનાંકાળમાં તેમને દાન ધોધ વરસાવ્યો હતો. વાત જાણે એમ છે કે તેમની બંને દીકરીઓ એ કહ્યું કે આપણે દાન નાં કરવું જોઈએ? આ વાત સાંભળતા જ તેમને પોતાના ત્રણ બેંક એકાઉન્ટ પૈસાનો કોરો ચેક દાનમાં આપી દીધા હતા. એવા દાનવીર અને દયાળુ વ્યક્તિત્વ ધરાવે છે હકાભા ગઢવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *