ગુજરાત નો એ મોગલ બાદશાહ કે જે જમવા મા સાથે ઝેર લેતો અને..
ગુજરાતમાં અનેક બાદશાહો આવ્યા ! તેમની સલતનમાં તેમણે પોતાનું જીવન ખૂબ મોજશોખ રીતે પસાર કર્યું છે, ત્યારે આજે આપણે એક એવા બાદશાહની વાત કરવાની છે જેને એક અજીબ શોખ હતો! આમ તો કહેવાય છે કે, દરેક વ્યક્તિને કંઈક શોખ હોય છે અને એ શોખ પુરા કરવા માટે કંઈ પણ કરી શકે છે પરંતુ તમે ક્ચારેય આવા શોખ વિશે નહીં સાંભળેલું હોય. આપણે આજે વાત કરીશું મોહમ્મદ શાહ વિશે જેને લોકો મહુમદ બેગડા નામથી જાણતાં હતો
તે ગુજરાતના છઠ્ઠા બાદશાહ હતો! અને તેમને એક ખૂબ જ વિચિત્ર શોખ હતો. તેઓ રોજ 35 કિલો ભોજન કરતા હતા. ખરેખર તેમનું જીવન ખૂબ જ વૈભવપૂર્ણ હતુંતેમની મૂંછ એટલી રેશમી હતી કે તમને જાણીને નવાઈ લાગશે તેઓ એટલી લાંબી દાઢી હતી કે કમર સુધી લહેરાતી હતી અમે ક્યારેય માથા પર બાંધી લેવાતી અને રોજિંદા જમવામાં 35 કિલો ભોજન પરીસાતુ હતુ અને જેમાં 4 કિલો મીઠાઈ નો સમાવેશ થાય છે. રોજ મધ અને 159 કેળાનું સેવન કરતો.
સૌથી મહત્વની વાત એ છે કે, તેઓ ખાવામાં ઝેરનું સેવન કરતા હતાં તેમના મોટાભાઇ સુલતાન કુત્બુદી્ન અહમદશાહ નુ મૃત્યુ ઝેર આપવાથી થયું હતું. આવું ભોગવવુ ન પડે માટે તે સાવચેતી રૂપે બાળવય થી જ એક પ્રકાર ના ઝેર નુ સેવન કરવાની તેને ટેવ પાડવામા આવી હતી.
આથી એમ કહેવાય છે કે તેના શરીર ઉપર માખી બેસતી તો તે પણ મરી જતી. એની ભૂખ અસીમ હતી. પરંતુ દુનિયા મા મહમદ બેગડો એકલો ઝેર નું સેવન કરનારો એકલો રાજા ન હતો. સમગ્ર વિશ્વ મા એવા ઘણા રાજા-મહારાજા અને બાદશાહ હતા. જે રોજ ઝેર ના સેવન થી શરીર ને ઝેરીલું બનાવવા ની આ પ્રક્રિયા ને મિથ્રિડાયટિઝમ કહેવાય છે. આ પદ્ધતિ થી શરીર મા ધીમે-ધીમે ઝેર નાખી ને રોગપ્રતિકારક શક્તિ ને વધારવામા આવે છે. મિથ્રિડાયટિઝમ નો ઈતિહાસ પણ તેના નામ ની જેમ જ રસપ્રદ છે. પોંટસ તેમજ આર્મેનિયા ના રાજા Mithridates VI ના ડર થી આ શબ્દ આવ્યો હતો. આ રાજા ના પિતા ને ઝેર આપીને મારવામા આવ્યા હતા.
જે બાદ રાજા એટલો ગભરાઈ ગયો હતો કે તેણે પોતાને પણ ઝેર થી કોઈક મારી નાખશે એમ સમજી ને તે નિયમિત ઝેર પીવા લાગ્યો હતો કે જેથી તેનુ મૃત્યુ ઝેર ના લીધે ન થાય. સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતન રાજ્યકર્તા સુલ્તાન હતો તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું. ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.
તેમણે પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન” થી નવાજ્યાં. તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી. તેમણે સરખેજ, રસુલાબાદ ,ટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં માનવામાં આવે છે કે સુલ્તાન ઇસ ૧૫૧૧માં કુદરતી રીતે મૃત્યુ થયુ હતુ. તેઓને અહમદાબાદની દક્ષિણ-પશ્ચિમ સ્થિત સરખેજમાં આવેલી ભવ્ય સ્થાપત્ય સંકુલ ધરાવતી દરગાહ કે જે સરખેજ રોઝા કહેવાય છે ત્યાં તેમની રાણીની બાજુમાં કબર કરવામા આવી છે.