ગુજરાતનુ સૌથી અનોખુ ગામ જયા ના લોકો રહે ગુજરાત મા પણ ભણે મહારાષ્ટ્ર મા જ્યારે ગામ ની સરહદ….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાત સ્થાપના દિવસ ગયો છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશુ જ્યાં ના લોકો રહે ગુજરાત મા પણ ભણે મહારાષ્ટ્રમાં! છે ને અનોખી વાત… આમ પણ કહેવાય છે ને કે સરહદો માણસો ને ક્યાં રોકી શકવાની છે. ચાલો આ અનોખા ગામ વિશે અમે આપને માહિતગાર કરીએ કે આખરે આવું શા માટે છે.
આજ થી વરસો પહેલા એટલે કે મે,1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય થયા હતા. એ વરસો વીતી ગયા પરતું ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે હજી પણ એક એવુ ગામ છે કે જ્યાં બંને રાજ્ય ભેળા છે. આ ગામ એટલે ઉમરગામ. જેમાં આ ગામના 33થી વધુ ઘરો મહારાષ્ટ્ર રાજ્યની સરદહમાં જ આવેલા છે. તો મહારાષ્ટ્રના ઘરો ગુજરાતમાં જોવા મળે છે. અહીં એક ઘરમાં ગુજરાતી રહે છે, તો આગળ જતા પડોશમાં મહારાષ્ટ્રીયન રહે છે.
ઉમરગામ તાલુકાનું છેલ્લુ ગામ ગોવાડાની બોર્ડર મહારાષ્ટ્ર રાજય સાથે જોડાયેલી છે. જેની બોર્ડર મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના જાઇ ગામ સાથે જોડાયેલી છે. ઉમરગામના ગોવાડા ગામની વસ્તી 3500 જેટલી છે. જયારે જાઇની વસ્તી 3000 છે અલગ એલગ રાજ્યમાં રહેતા હોવાથી એકનુ આધાકાર્ડ ગુજરાતનુ અને એકનુ મહારાષ્ટ્રનુ જોવા મળે છે. આ સરહદે આજુબાજુમાં રહેતા બંને ઘરોને જુદાં-જુદાં રાજ્યનું પાણી મળે છે.
આ ગામ અલગ અલવ હોવા છતાં પણ શાળા, કોલેજ, આરોગ્ય, પીવાના પાણી સહિતની સુવિધાનાનો લાભ સાથે લઈ છે. હજી સુધી અહીં સરહદને લઇને કોઇ વિવાદ થયો નથી. તેઓ કોઇ વિવાદને બદલે એક-બીજાને ઉપયોગી બનીને જીવન વિતાવી રહ્યા છે.આરોગ્યને લગતી સમસ્યાઓ માટે તેઓ મહારાષ્ટ્ર જાય છે જ્યારે મહારાષ્ટ્રના જાઇનું શિક્ષણ સારુ છે, તેથી ગુજરાતના ગોવાડા ગામના બાળકો શિક્ષણ મેળવવા માટે મહારાષ્ટ્ર જતા હોય છે. ખરેખર આ વાત અનોખી અને પ્રેરણાદાયી છે એ સંપ ત્યાં જપ.