જે વ્યક્તિને પરીવાર મરી ગયેલો સમજતા હતા, તે વ્યક્તિ 22 વર્ષ પછી પોતાના જ ઘરે જોગી બની ભીખ માંગવા આવ્યો અને…
દુનીયા મા ઘણા એવા એવા કિસ્સા ઓ સામે આવે છે કે આપણે જાણી ને દંગ રહી જઈએ છીએ અને થોડી વાર માટે આપણે માનવુ પણ મુશ્કેલ બની જાય છે એવો જ એક કિસ્સો આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ જે જાણી ને તમે ચોકી જશો. આ કીસ્સો એવા વ્યક્તિ નો છે જે 22 વર્ષ પહેલા ઘર છોડી ને ગયો હતો અને પછી પાછો પરત ફર્યો હતો.
આ ઘટના ની વાત કરીએ તો જારખંડ રાજ્ય ના ગઢવા જીલ્લા ના કાંડી પ્રખંડ ગામની છે. આપણે જે વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છે તેનુ નામ ઉદય સાવ છે. ઉદય સાવ ના લગ્ન પણ થયા હતા પરંતુ તેનું મન શુ બદલાયુ કે તેને ઘર સંસાર માથી રસ ઉઠી ગયો હતો. અને પરીવાર ને જણાવ્યા વગર જ તે ઘર છોડી ને ચાલ્યો ગયો હતો. ઉદય ના પરીવાર ના લોકો એ ઉદય ને શોધવાના ઘણા પ્રયાસ કર્યા પણ તેનો પતો લાગ્યો જ નહીં આખરે તેમના પરીવાર જનો ને લાગ્યુ કે તેનુ મૃત્યુ થય ગયુ હશે.
ત્યાર બાદ ઉદય નો પત્ની એ પણ સ્વીકારી લીધું હતુ કે તેનો પતી મૃત્યુ પામ્યો છે અને તે વિધવા જેવુ જીવન જીવી રહી હતી અને તેના બાળકો પણ પિતા વગર ના થય ગયા હતા. આ ઘટના ને લગભગ 22 વર્ષ થય ગયા હતા. 22 વર્ષ પછી ઉદય જોગી જેવા વેશ મા ભીખ માંગતો માંગતો એજ ગામ મા પહોચ્યો જયાંથી તે ગયો અંતો અને પહેલા તેનુ ઘર હતુ તેજ ઘરે ભીખ માંગવા આવ્યો ત્યારે તેની પત્ની તેને જોઈને ચોકી ગય અને તેને ઓળખી ગઈ
પરંતુ ઉદય માનવા તૈયાર નહોતો કે તે એજ ઉદય છે આખરે ગામ લોકો પણ ત્યા પહોંચ્યા અને ઉદય ને જોઈ ને ચોકી ગયા. ઉદય ને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે જણાવ્યું કે તે તેની પત્ની પાસે થી ભીખ લેવા આવ્યો હતો અને જયા સુધી ભીખ નહી લવ ત્યા સુધી તેનુ સંન્યાસી બનવાનું સાર્થક નહી થાય. પત્ની એ ભીક્ષા ન આપી અને ગામ લોકો એ ઘણો તેને રોકવનાઓ પ્રયાસ કર્યો પણ તે રોકાયો નહી અને જતો રહ્યો.