ચોટીલા પાસે આવેલુ ઝરીયા મહાદેવ નુ અનોખુ મંદીર જેનુ રહસ્ય વૈજ્ઞાનિકો પણ ના શોધી શક્યા ! કહેવાય છે કે પાંડવો એ સ્થાપના કરી હતી.
ગુજરાત ની ભૂમી એવી છે કે અનેક એવા મંદીરો અને સ્થળો આવેલા છે જેના રહસ્યો આપણને વિચારવા મજબુર કરી દે છે એટલે જ કહેવાય છે કે જયા વિજ્ઞાન પુરુ થાય ત્યા જ ધર્મ ચાલુ થાય. આજે આવા જ એક સ્થળ વિશે વાત કરવાના છીએ આપણે જે સુરેન્દ્રનગર આવેલુ છે અને જે મહાદેવ નુ એકમાત્ર ત્રણ શિવલિંગ વાળુ મંદીર છે.
ચોટીલા ના પાંચાળ ભુમી મા અનેક તિર્થ સ્થાનો આવેલા છે જેમા એક સ્થળ છે જ ઝરીયા મહાદેવ…….મહાદેવ નુ આ મંદીર અન્ય મંદિરો કરતા અલગ છે કારણકે અહિ એક નહિ પણ ત્રણ શિવલિંગ આવેલા છે. આ શિવલીંગ ગુફા મા જે અને શિંવલિગ પર 24 કલાંક જળ વરસે છે અને આ પ્રવાહ વર્ષો થી વહે છે અનેક વખત દુકાળ પડ્યો છતા આ પ્રવાહ અટક્યો નથી.
આ સ્થળે પહોંચવા માટે સુરેન્દ્રનગરથી ચોટીલા થઇને જવુ પડે છે અને રસ્તા મા આવતા સ્થળો અને વૃક્ષો તમારુ મન મોહી લેશે. આ મંદીર ની આજુબાજુ પથરાળ પરદેશ હોવાથી ઊંડે સુધી પાણી નથી હોતુ પરંતુ આ જગ્યા પણ પાણી પો પ્રવાહ આવા છે જે કોઈ ચમત્કાર થી કમ નથી.
આ જળ નો પ્રવાહ ક્યાથી આવે છે એ શોધવા માટે અનેક લોકો એ અને વૈજ્ઞાનિકો એ પણ તપાસ કરી છતા કોઈ જાણી શક્યુ નથી કે આ પાણી ક્યાથી આવે છે. આ અનોખું મંદીર જંગલ વિસ્તાર મા આવેલુ છે જે ભૂમિના માંડવ તરીકે જાણીતું છે આ મંદીર સાથે અનેક લોક વાયકા જોડાયેલી છે જે પાંડવો ના વનવાસ સાથે જોડાયેલી છે અને આ શિવલીંગ ની સ્થાપના પાંડવો એ કરેલી છે તેવુ કહેવામાં આવે છે.