ગામડા ના યુવાને આકાશ મા ઉડવાનું મશીન બનાવ્યુ! પછી ચાલુ કરતા જ થયું જોવા જેવું..જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં એક અજબ-ગજબ કિસ્સો વાયરલ થયો છે. વાત જાણે એમ છે કે, એક યુવાને ઉડવાનું મશીન બનાવ્યું છે. આ મશીમ બનાવ્યા બાદ તેને આ મશીનનું પરીક્ષણ કર્યું છે, કે તેને જે મશીન બનાવ્યું છે એ યોગ્ય રીતે કામ કરે છે જે નહિ.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવાને મશીન બનાવીને પોતાન ખભે પેરાસુટની જેમ પહેર્યું છે અને ત્યારબાદ એક ચેન ખેંચીને મશીન શરૂ કર્યું છે, મશીનનો પંખો જોરશોરથી ફરવા લાગે છે. પહેલી નજરે તો આપણને એમ લાગે કે, થોડી જ વારમાં આ યુવાન આકાશમાં ઉડી જશે પરંતુ હકીકતમાં વીડિયોના અંત સુધી એવું કંઈપણ બનતું નથી.
આ વીડિયો જોઈને એ તો ચોક્કસ કહી શકાય કે યુવાને જે મશીન બનાવ્યું છે તે નિષ્ફળ ગયું છે કારણ કે યુવાને જે રીતે કલ્પના કરીને બનાવ્યું એ કલ્પના હકિકતમાં સાકાર ન થઈ શકી. તમે જોઈ શકો છો વીડિયોમાં કે માત્ર એક મેટલ રિંગ વચ્ચે એક બેટરી અને પંખો લગાવીને મશીન બનાવ્યું છે, હવે તમે વિચાર કરો કે એક નાનો એવો પંખો કઈ રીતે આટલું વજન ઉપાડી શકે?
આ યુવાનએ જે મશીન બનાવ્યું એ ભલે નિષ્ફળ ગયું પરંતુ યુવાન ખરેખર સન્માન ને પાત્ર છે કારણ કે આવો નવીનત્તમ વિચાર લાવવો અને તેને સાકાર કરવો એજ મોટી વાત છે. તમારામાં રહેલ આવડતને તમે યોગ્ય રીતે ઉપયોગ કરો તો એક દિવસ તમે જરુરથી સફળ થશો પરંતુ કંઈપણ કાર્ય કરતા પહેલા સંપૂર્ણ માહિતી અને પોતાની સુરક્ષા રાખવી જરૂરી છે. આ યુવાને જઉં મશીન બનાવ્યુ એ ચાલ્યું પણ હોત પરંતુ અધવચ્ચે બંધ પડી ગયું હોત તો યુવાનનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) February 26, 2023