અમરેલીના નાનકડાં ગામમાં સાથે લતાજી છે ખાસ સંબંધ ! લતાજી તો ગયા પણ તેમની યાદ આ ગામ….
ભારત રત્ન અને સરસ્વતી સ્વરૂપામાં લતાજીનો ગુજરાત સાથે અનોખો નાતો રહેલો છે. રાજુલાના મોરંગી ગામ સાથે તેમની ખાસ યાદગીરી જોડાયેલ છે એક સમયે લતાજીના પી.એ. રહેલા મોંરંગી ગામના મહેશ રાઠોડે ભારે હૈયે લતાજીની કેટલીક વાતો મીડિયા સાથે કરી હતી. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, ગામના મહેશ રાઠોડ વર્ષો પહેલા આંખોમાં સપના લઇ મુંબઇ ગયા હતા અને તક મળી તો કોકીલકંઠી ગાયીકા લતા મંગેશકરના સહાયક બની ગયા હતા.
મહેશ રાઠોડે લોકોનો સહકાર લઇ 2009માં પોતાના ગામ મોરંગીમાં સાંઇબાબાના મંદિરનું નિર્માણ કર્યું હતું. જેમાં લતાજી પણ પોતાનું કંઇક યોગદાન આપવા માંગતા હતાં. આથી તેમણે સાંઇબાબાની મૂર્તિ જ લઇ આપી હતી. સાઇબાબાની મૂર્તિ સ્પેશિયલ રાજસ્થાનમાં બનાવડાવવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ લતાદીદીના ઘરે લાવવામાં આવી હતી અને મૂર્તિની પૂજા સૌપ્રથમ મુંબઈમાં લતાજીએ પૂજા કરી બાદમાં ગુજરાતમાં લાવવામાં આવી હતી.
લતાજી હંમેશા વીડિઓ કોલથી સાઈબાબાની આ મૂર્તીના દર્શન કરતા હતા. ગુજરાત અને રાજુલાનું સૌભાગ્ય અને ગૌરવની વાત કહેવાય કે દીદીનો ગામ સાથે ગાઢ નાતો હતો પણ અફસોસ કે હવે દીદી આપડી વચ્ચે નથી રહ્યાં.રાજુલા તાલુકાના કુંભરીયા ગામ નજીક આવેલી સ્કૂલમાં જે તે સમયે ખૂબ સારી મદદ કરી હતી અને 1 લાખ જેટલું ડોનેશન અમને તેમના પી.એ.મહેશ રાઠોડના કારણે મળ્યું હતું.
જ્યારે આ સ્કુલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહથી લતાજીનો જન્મ દિવસ ઉજવતા હતા. મહેશ રાઠોડ ઘણા વર્ષો લતાજીના પી.એ રહ્યાં હતા. જોકે, દેશમાં કોરોના વાયરસે પ્રવેશ કરતાં તેઓ મુંબઇ છોડી પાછા વતન મોરંગી ગામમાં આવી ગયા હતા અને આજ કોરોનાના લીધે આજે લતાજીનું પણ નિધન થયું છે.