તમારા ખીચા મા પણ હોય શકે ખોટી નોટ! આ રીતે જાણો સાચી અને ખોટી નોટ વચ્ચે નો ભેદ
આપણા દેશ મા વર્ષો થી નકલી નોટ ની ગુનાહિત પ્રવૃત્તિ કરવામા આવી રહી છે અને તેનો ભોગ ખાસ કરીને ગરીબ લોકો જ બની રહ્યા છે. નોટ બંધી નો ઉદેશ કાળુધન અટકાવવાનો અને ડુપ્લીકેટ નોટો બજાર મા ના આવે તે આપે કરવામા આવી હતી પરંતુ આજે પણ ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમા ડુપ્લીકેટ નોટ સામે આવી હોય. અને આ માટે RBI પણ એલર્ટ જાહેર કરેલું છે. ત્યારે આપણે પણ એ જાણવું જરુરી છે કે કોઈ આપણને નોટ આપે છે તે અસલી છે કે નકલી?? તો ચાલો જોઈએ કઈ રીતે ઓળખ કરી શકાય આવી નોટ ની??
આરબીઆઈ ના વાર્ષિક રીપોર્ટ મુજબ 2020-21 મા કુલ 5.45 કરોડ રુપીયા થી વધુ નકલી નોટો પકડાઈ છે. નાણાકીય વર્ષ 2020-21માં કુલ 2,08,625 નકલી નોટો મળી આવી છે. આમાંથી 100 રૂપિયાની બનાવટી નોટોની સંખ્યા સૌથી વધુ છે. 100 ની કિંમતની નકલી નોટો કુલ 11073600 પકડાઈ છે. 100 રૂપિયાની નોટનો રોજિંદા જીવનમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, તમારે તેની વાસ્તવિક નકલી ઓળખવા માટે પણ જાણવું જોઈએ.
100 રૂપિયાની અસલી નોટ પર, બંને આગળની બાજુએ દેવનાગરીમાં 100 લખેલું છે. નોટની વચ્ચે તમને મહાત્મા ગાંધીનું ચિત્ર પણ જોવા મળશે. સાથે જ તેના પર RBI, ભારત, India અને 100 નાના અક્ષરોમાં લખેલા છે. તમે 100 રૂપિયા કે તેથી વધુ મૂલ્યની તમામ નોટો પર (ઇન્ટાગ્લિયોમાં) છપાયેલા દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે મહાત્મા ગાંધીનું ચિત્ર, રિઝર્વ બેંક સીલ, ગેરંટી અને પ્રોમિસ ક્લોઝ, અશોક સ્તંભ, આરબીઆઇ ગવર્નરની સહી અને ઓળખ ચિહ્ન જોશો.
આ ઉપરાંત 200,500 અને 2000 ની નોટો પર ચોખ્ખી રીતે રંગ બદલતી શાહી થી લખેલું જોઈ શકશો.જો તમે આ નોટોને સપાટ રાખો છો, તો તમે આ નંબરોનો રંગ લીલો કલર દેખાશે., જ્યારે તેને થોડું ફેરવવાથી, તે રંગને વાદળીમાં બદલી દેખાશે.
આ ઉપરાંત જો તમારે નાણાકીય લેવડ દેવડ વધુ રહેતી હોય તો આપ એક ઓટોમેટીક નોટો ગણવાનું મશીન પણ ખરીથી શકો છો જે ઘણુ વ્યાજબી ભાવ મા મળી શકે જે આ મશીન મા ખ્યાલ આવી જશે જો કોઈ નોટ ડુપ્લીકેટ હશે તો અને નાણા ગણવામાં પણ સરળતા રહે છે.