આ અભિનેત્રીઓ જેને રાજનીતિમાં આવી રીતે ઝપલાવ્યું અને જીવન બનાવ્યું આવું..
રાજનીતિ એક એવો ખેલ છે, જેના તરફ સૌ કોઈ ને પોતાની તરફ ખેંચે છે. ત્યારે આજે અમે આપને વાત કરીશું એવી અભિનેત્રીઓ વિશે જેને પોતાની અભિનયની દુનિયા છોડીને રાજનીતિમાં ઝમપલાવ્યું પરતું એમા બે જ અભિનેત્રીઓને રાજનીતિ ફળી છે. ખરેખર આ મહિલા શક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે. આજે અમેં આપણે જણાવીશું આ તમામ અભિનેત્રીઓની રાજકીય સફર વિશે.
સફળ રાજકિયમાં સૌથી પહેલું નામ આવે જય લલિતાનું જેઓ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ લોકપ્રિય થયેલ. એક સમયે તેઓ ફિલ્મો સાથે જોડાયેલા હતા પરંતુ જીવનમાં આવેલ વળાંક તેમને રાજનીતિ તરફ લઈ આવ્યું.તેઓ વર્ષ 1991માં મુખ્યમંત્રી બન્યા હતા અને વર્ષ 2014 સુધી તેને આ પદ સભાળ્યું આ સમયગાળામાં અનેક તફલિકો આવી પરતું તેઓ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી. 8 ડીસેમ્બર 2016નાં રોજ તેમનું લાંબી બીમારી બાદ નિધન થયું. હાલમાં તેના જીવન પર આધારિત ફિલ્મ પણ આવી છે.
સ્મૃતિ ઇરાની એટલે એકતા કપૂર ની સિરિયલની અભિનેત્રી જેને લોકો કયુંકી સાસ કભી બહુ થી સીરિયલમાં તુલસી નાં પાત્ર દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવેલ હતી અને આજે તેઓ કેબીનેટ મંત્રી છે. ભાજપની સરકારમાં પરિવાર અને મહિલા કલ્યાણ મંત્રી તરીકે ની ફરજ નિભાવે છે. ખરેખર આ એક સફળ રાજકીય યાત્રા સ્મૃતિની રહી છે. તેને રાહુલ ગાંધીમે અમેઠી પર લોક સભામાં હરાવી ને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
હેમા માલિની એટલે બોલીવુડની સદાબહાર અભિનેત્રી જેને રાજનીતિ ની સાથે બોલીવુડમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવેલ. પ્રતિભાશાળી અભિનેત્રીઓ માંથી એક છે. એક સફળ ફિલ્મ કરિયરની સાઅથે સાથે તેને રાજનિતીમાં પણ સારી એવી નામના મેળવી છે. માલિની 2004માં ભારતીય જનતા પાર્ટિસાથે જોડાયા અને આજે હેમા માલિની રાજનિતીની સફળ મહિલાઓ માંથી એક છે અને સાથે સાથે મથુરાની સાંસદ પણ છે.
રેખા:. રેખાએ રાજનીતિમાં પણ તેનુ કરિયર બનાવ્યુ અને સફળ પણ રહી છે.,વર્ષ 2012 માં રેખાએ રાજનીતિમાં એંટ્રી કરી હતી અને તે કોંગ્રેસ તરફથી રાજ્યસભાની સદસ્ય બની હતી. જો કે રાજકારણમાં આવ્યા પછી પણ રેખાએ ફિલ્મની દુનિયા છોડી નહિ તેને એક્ટિંગ ચાલુ જ રાખી. રેખા રાજનીતિની સાથે સાથે આજે પણ અમુક ફિલ્મોમાં જોવા મળે છે.
જ્યા બચ્ચન: જયા બચ્ચન ખુબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. જો કે જયા ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ બોલીવુડમાં તેનુ કરીયર સફળ રહ્યુ છે. બોલીવુડમાં સફળતા બાદ જયા બચ્ચન સમાજવાદી પાર્ટિ સાથે જોડાઇ ગઇ. આજે તે રાજ્યસભાની સદસ્ય તરીકે નિમણુક છે. જયા બચ્ચનને સાંસદ માં ઘણી વખત જોવામાં આવે છે.