આ બે અભિનેત્રીઓ જેણે ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું! જાણો એવું એ શું કામ કર્યું.
આજે આપણે ગુજરાતી સિનેમાની એ અભિનેત્રી વિશે વાત કરવાની છે જેમાં એકતો મૂળ બંગાળી હોવા છતાં પણ તેના રગે રગમાં માત્ર ગુજરાતી પણું રહ્યું છે અને તેણે ગુજરાતી ફિલ્મોના જ નહીં પરંતુ ફિલ્મો અને સિરિયલોમાં એ ખૂબ જ નામમાં મેળવી.આ સિવાય એક ગુજરાતી ફિલ્મની ઝાઝરમાન અભિનેત્રી જેને ગુજરાતી હોવા છતાં આજે ગુજરાતી ફિલ્મો કરતા વધુ ટેલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે ત્યારે આજે ચાલો આ બંને અભિનેત્રીઓના જીવન વિશે જાણીએ.
રૂપા દિવેટિયા જાણીતાં ટીવી એક્ટ્રેસ છે. જેણે હિન્દી તેમજ ગુજરાતી બન્નેમાં કામ કર્યું છે. તેણે ગુજરાતી ફિલ્મ્સ જેવી કે ‘રિહાઇ’ અને ‘દરિયા છોરૂ’માં કામ કર્યું છે. ઉપરાંત તેમણે અનેક ગુજરાતી નાટકો જેમ કે ‘ભલાઇનો જમાનો નથી ભઇલા’ અને ‘બા બાપુજીની ટ્વેન્ટી ટ્વેન્ટી’ જેવા નાટક પણ કર્યા છે. તેમણે ટીવી સીરિયલ ‘કોઇ અપના સા’, ‘ઘર એક મંદિર’, ‘કુસુમ’ અને ‘સંભવ-અસંભવ’ જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.
રિટા ભાદુરી એ જાણીતા ફિલ્મ એક્ટ્રેસ છે. જે હવે ટેલિવિઝનના નાના પડદે કામ કરે છે. તેમણે ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘મા ના આસું’ અને ’અલખ નિરંજન’ તેમજ ‘કેવી રીતે જઇશ’ જેવી ગુજરાતી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. તેઓએ ‘મેં માધુરી દીક્ષિત બનના ચાહતી હું’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘ક્યા કહના’ જેવી અનેક બોલિવૂડ ફિલ્મ્સમાં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. ઉપરાંત ટેલિવિઝનના પડદે ‘સારાભાઇ વર્સીસ સારાભાઇ’, ‘એક મહલ હોં સપનો કા’, ‘છોટી બહૂ’, ‘અમાનત’, ‘મિસિસ કૌશિક કી પાંચ બહુએ’ જેવી સીરિયલ્સમાં પણ જોવા મળ્યા છે. રીટા ભાદુરી આજે આપણી સમક્ષ નથી રહ્યા.