આ બે ગુજરાતી યુવાનોએ આખા દેશ મા ડંકો વગાડયો ! પોતાના સ્ટાર્ટ અપ થકી 8 કરોડ નુ ફંડીગ મેળવ્યુ અને 36 કરોડ…
ગુજરાતીની ઓળખ ધંધાદારી તરીકે થાય છે. આમ પણ કહેવાય છે ને કે, ધંધો તો ગુજરાતિઓનો વખણાય છે. આજે અમે આપને એવા બે ગુજરાતી યુવાનો વિશે જણાવીશું કે જેમણે બ્રાન્ડ પ્રમોશન એપ થકી આઠ કરોડ જેટલું ફંડિંગ એંજલ ઇન્વેસ્ટર પાસેથી મેળવ્યું છે. એક વર્ષના જ ખૂબ ટૂંકા સમયમાં ડિજિટલ સોલ્યુશન થકી રૂ. 36 કરોડ બિઝનેસ કરવાનું લક્ષ્ય રાખ્યો છે. ચાલો અમે આપને આ યુવાનોની સફળતાની કહાની વિશે જણાવીએ.
અમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર ભાવેશ કોરાટ અને માર્કેટિંગક્ષેત્રે કામ કરતા ભાવેશ પટેલએ સાથે મળીને વર્ષ 2012માં કંપની સ્થાપીને આઇટી સર્વિસીઝ વેબસાઇટ અને એપ બનાવવાની કામગીરી કરતાં હતા પણ ધારેલી સફળતા ન મળી. નસીબ ક્યારે બદલાઈ કોઇ નથી જાણતું. આ વાત સો ટકા સાચી છે કારણ કે,આ બંને પાટર્નરનાં બિઝનેસમાં વળાંક આવ્યો
વર્ષ 2020માં કોરોનાકાળમાં કામગીરીમાં મુશ્કેલી આવી પણ બંનેએ એવા સોલ્યુશન વિકસાવ્યા કે બે વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચ્યા. ઇન્ડિયાબીઝ ફોર સેલ એડવાઇઝરીએ વેન્ચર કેપીટાલિસ્ટ દ્વારા આઠ કરોડ જેટલી રકમનું અમારી કંપનીમાં ફંડિગ મળ્યું છે.બંનેએ શરૂઆતમાં નાના-નાના બિઝનેસમેનને તેમની બ્રાન્ડસ કે ધંધાના પ્રમોશન માટે અમે સોલ્યુશન્સ આપવાનું ચાલુ કર્યું હતું. એમાં કોરોનાકાળ દરમિયાન કન્ટેન્ટ બાબતે સુધારાવધારા આવતા જેથી ક્રેડ એપ નામની એપ બનાવી.
એવું સોલ્યુશન બનાવ્યું કે લોકો વિગતો જાતે ભરીને એમનું બ્રાન્ડ પ્રમોશન તૈયાર કરી શકે.બ્રાન્ડસ ડોટ લાઇવ નામની એપ લોન્ચ કરીને બ્રાન્ડ પ્રમોશન માટેની તમામ સેવા એક જ સ્થળે આપી. બિઝનેસ મોડલ સારું લાગતાં હાલમાં જ અમારી કંપનીને ફંડિગ મળ્યું છે. ઇન્ડિયા ક્વોશન્ટ વેન્ચર કેપિટલે અમારી કપનીમાં રોકાણ કર્યું છે. હાલમાં તેઓ ફોટોશૂટ, વીડિયો અને ડિઝાઇન જાતે બનાવે છે.
દેશનાં સાડાપાંચ કરોડ એસએમઇ છે. તેનાં માટે ઓછા ખર્ચે તેમની અનુકૂળતાએ તેમની ભાષામાં બ્રાન્ડ પ્રમોશન ડિજિટલ મટીરિયલ્સ આપવામાં આવે છે. માત્ર એક બદલાવે તેમનું ભવિષ્ય બદલી નાખ્યું.શરૂઆત તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જ બ્રાન્ડ પ્રમોશન ડિજિટલ કન્ટેન્ટ આપતા હતા પરંતુ હવે મરાઠી સહિત કુલ 11 ભાષામાં નાના-નાના વેપારી કે બિઝનેસ ધરાવનારાને સોલ્યુશન આપે છે.
કંપનીમાં 15-17 કર્મચારીની ટીમ વધારીને તેમની સંખ્યા વધીને 85 કર્મચારી સુધી પહોંચી છે અને વર્ષે કરોડો કમાઈ છે.એક સમય એવો હતો જ્યારે તેમની પાસે માટે 150 કસ્ટમર હતા પરંતુ હવે 50 હજાર કસ્ટમર સુધી પહોંચી ગયા છે.આ બંને યુવાની કહાની પરથી આપને એ શિખવા મળે છે કે, જીવનના સફળતા મેળવવા આગળ વધો, ચિંતા ન કરો તેમજ પોતાની જાત પર વિશ્વાસ રાખો ભલે નિષ્ફળતા મળે પરંતુ તમારી મુશ્કેલીઓનું નિવારણ તમારી પાસે જ હશે બસ શાંતિથી વિચારો તમને સફળતાનો માર્ગ આપો આપ મળી રહેશે.