ગુજરાતના આ ગૌપ્રેમી તમારું દિલ જીતી લેશે, ગાયો ને રહેવા માટે વૈભવશાળી બંગલો અને આલીશાન કારમાં ફેરવે….જાણો કોણ છે આ ગુજરાતી
તમે ગૌ પ્રેમીઓ તો ઘણા જોયા હશે પરંતુ આજે અમે આપને એક એવા ગૌપ્રેમી વિષે જણાવીશું કે જે ગાયોને પોતાના સંતાનોની જેમ ઉછેર કરે છે, અને ગાયોને વૈભવશાળી જીવન પૂરું પાડે છે. આ ગૌપ્રેમી વિષે જાણીએ તો અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ પરસણા ખુબ જ ધનવાન છે અને તેમને પૈસાની કાોઈ કમી નથી.
વૈભવશાળી જીવન જીવતા હોવા છતાં પણ તેમને ગૌમાતા પર અતૂટ વિશ્વાસ છે અને તે પોતાનો સમય ગાયો પાસે પસાર કરે છે અને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ છે. વિજયભાઈ પાસે કરોડની સંપત્તિ હોવા છતાં હોવા છતાં ગાય પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. તેઓ તેમની ગાયોને અત્યંત પ્રેમ કરે છે અને તેઓ હંમેશા તેમના વાછરડા અને ગાયની વધૂ નજીક રહેવાનું પસંદ કરે છે.
વિજયભાઈ ગાયોની આસપાસ શાંતિ અનુભવે છે. તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે વિજયભાઈ અત્યારે 5 હજાર વારના મોટા બંગલામાં એકલા રહે છે અને તે બંગલો પણ ખૂબ જ ભવ્ય અને આલીશાન છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ ગાયને સ્વરૂપ ભગવાન માને છે અને ગાયને માતા માને છે. વિજયભાઈ નિયમિત રીતે ગાયનું દૂધ પીવે છે.
આમ કરવાથી વિજયભાઈને આત્મવિશ્વાસ મળે છે, વિજયભાઈને ગાયનું દૂધ તેમજ ગાયના દૂધમાંથી બનાવેલ માખણ, છાશ અને ઘીનો ઉપયોગ કરવાનું પસંદ છે. વિજયભાઈને ગાયો સાથે રહેવાનું ખુબજ પસંદ છે અને તેમના શોખને કારણે આજે વિજયભાઈ બંગલામાં એકલા રહે છે.
વિજયભાઈએ અગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. અને આજે તેઓ 11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. જોકો તેમનો આ ગૌ પ્રેમ લોકાોના દીલને સ્પર્શનારો છે. ત્યારે આશા રાખીએ કો, લોકો પણ ગૌમાતાને રડતી ન મૂકીને તેમની આ રીતે સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે