આ ગુજરાતીએ ગુજરાત ના નાના એવા ગામ સીંગ વેચવાનું ચાલું કર્યું હતું આજે છે કરોડો ની કંપની અને દેશ વિદેશ માં……
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણા ગુજરાતીઓના જીવનમાં ચા અને સિંગ, દાળિયા એ રોજિંદા જીવનમાં મહત્વનું ભાગ ભજવે છે અને તેના વિના આપણે રહી પણ ન શકીએ. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશું જેને સિંગ વેંચીને પણ કરોડો રૂપિયાની સંપતિ બનાવી તેમજ ખૂબ જ નામના મેળવી. તમે સિંકદર સિંગ તો નામ સાંભળ્યું જ હશે!
આ કહાની શરૂ થાય છે,72 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ખેરાળી ગામેથી સીંગ વેચવાનું શરૂ કરનાર લાખાણી પરિવારથી! દુનિયાના અનેક દેશોમાં સીંગ પહોંચાડી છે, એ પણ કોઈપણ જાતના બ્રાન્ડ માર્કેટિંગ વગર. એક સમયે દિવસમાં પચાસ રૂપિયાની સીંગ વેચતા અને કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું એ સફર પણ એટલી જ રોમાંચક અને રસપ્રદ છે. ચાલો આપણે વધુ માહિતી જાણીએ કે, આખરે આ સફળતા તેમને કંઈ રીતે મળી.
સુરેન્દ્રનગરમાં ખેરાડી ગામના વતની અકબર અલી નાઝીર લાખાણી એ માત્ર 13 વર્ષની ઉંમરે સિંગ વેચવાનું શરૂ કર્યું હતું અને ત્યારે તેઓ ચાલીને ખેરાડા થી સુરેન્દ્રનગર જતા હતા. તાંબાના ત્રાસમાં 5 કિલો સિંગ અને ચીકી લઈને નીકળેલા અકબર અલી આજે સિંકદર સિંગને માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશોના ખૂણે ખૂણે લોકપ્રિય બનાવી છે. આ સફળતા એમણે એક દિવસમાં નથી મળી ગઈ કારણ કે 12 વર્ષ સુધી તો તેમણે ફેરિયાની માફક જ સિંગ વેચી હતી.
દરેક વ્યક્તિનો દાયકો આવે છે, તમારી મહેનતનું પરિણામ ફોગટ નથી જતું કારણ કે સમય આવતા તેનું ફળ તમને અવશ્ય મળે છે.અકબર અલીને એ સમયમાં રેલવેમાં નોકરી મળતી હતી પરંતુ તેમને એ સ્વીકારી નહીં અને સિંગ વેચવાનું નકકી કર્યું અને આ ધંધામાં તેમના પત્ની પૂરો સાથ આપતા અને રોજ 5 કિલો સિંગ બનાવી આપતા.વર્ષ 1960માં ખેરાડી ગામથી તેઓ સુરેન્દ્રનગર આવી ગયા અને રસ્તા પર પાથરણું પાથરીને સિંગ વેંચતા અને પછી તેમણે સમય જતાં લારી નાંખી અને આખરે લોકોમાં સિંગ ખૂબ જ પ્રિય થતા તેમને 1969માં સુરેન્દ્રનગર ખાતે પોતાની પહેલી દુકાન ખોલી અને એજ દુકાન માંથી સિકંદર સિંગ દેશભરમાં લોકપ્રિય બની.
હવે તમને વિચાર આવશે કે આ સિંગનું નામ સીંકદર કેમ પડ્યું? અકબરઅલીનાં મોટા દીકરાનું નામ સીંકદર હતું અને એમના નામ પરથી જ સીંકદર સિંગ નામ પડ્યું. વર્ષ 1980માં સીંકદર પણ 16 વર્ષની ઉંમરે ધંધામ જોડાઈ ગયા. ધંધાને વિસ્તારવા માટે સિકંદરભાઇએ ફેક્ટરી શરૂ કરવાનો નિર્ણય કર્યો. વર્ષ 1991માં રતનપર બાયપાસ પર 36 હજાર સ્ક્વેર ફૂટ જગ્યા લીધી.વર્ષ 1991થી જ આ ફેક્ટરીમાં સીંગનું મોટા પાયે પ્રોડક્શન ચાલું છે તેમજ 1992માં જૂની મારુતિ વૅન લીધી, જેમાં સીંગનું વેચાણ કરતાં હતાં.
અમીનભાઈ લાખાણી અકબરઅલીના નાના દીકારા છે. અમીનભાઈ દુકાને બેસતાં અને સિકંદરભાઇ ફેક્ટરી સંભાળતાંઅમીનભાઈ મસાલા સીંગ-ચણા અને હલ્દી દાળિયા-ચણા લાવ્યાં.અમીનભાઈના જોડાયા પછી બિઝનેસનો વ્યાપ ખૂબ વધ્યો. 45 વર્ષ સુધી લુઝ પેકિંગમાં સિંગ વેચી પણ અમીન ભાઈએ વિરાટ પેકિંગમાં સિકંદરના બ્રાન્ડ સાથે સિંગ વેચવાનું શરૂ કર્યું. કહેવાય છે ને સુખ પછી દુઃખ આવે છે,એમ વર્ષ 2003માં સીંકદર ભાઈનું ડેંગ્યુ થી મુત્યુ થયું. ત્યારબાદ વ્યવસાય અમીન ભાઈ સંભાળ્યો અને સમય જતાં વર્ષ 2016માં અમીન ભાઈના મિત્ર ની દીકરી શ્રી બિઝનેસ ડેવલપર તરીકે જોડાઈ અને તેણે સીંકદરમાં હિંગ જીરા સિંગ અને હીંગ જીરા ચણા તેમજ લેમન ફુદીના સિંગ એડ કરી.
વર્ષ 2019માં અકબર અલી નું નિધન થયું અને ત્યારબાદ તેમના ત્રણેય પૌત્ર બિઝનેસમાં જોડાયા જેમાં અમીનભાઈનો દીકરા જુડવા છે, હુસેન અને હસન છે અને જ્યારે સીંકદર ભાઈનો દીકરો જાવેદ ધંધામાં જોડાયા અને આખરે તેમને સિંગના વ્યવસાય ને દેશ વિદેશમાં વધુ લોકપ્રિય બનાવી.આજે સીંકદર સિંગ ખૂબ જ લોકપ્રિય છે. આ હતી ફેરિયા થી લઈને વિદેશોમાં એક મોટી બ્રાન્ડ બનવાની સફર.