EntertainmentGujarat

એક સમયે રામા મંડળ રમતા ધનસુખભાઈ આવી રીતે બન્યા કૉમેડી સ્ટાર વિજુડી.. ! આવો રહ્યો જીવન સંઘર્ષ…

આજનો સમય યુગ સોશિયલ મીડિયાનો છે! દરેક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકગણી સફળતા મેળવે છે, ત્યારે આજે આપણે કૉમેડીના પ્રખ્યાત કલાકાર વીજુડી વિશે જાણીશું. ખરેખર ઘણા લોકો એવા હશે જેઓ વીજુડીનાં વાસ્તવિક જીવન થી અજાણ હશે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે વિજુડી ના પાત્રમાં એ વ્યક્તિ કોણ છે જેને પોતાના નામને બદલે વીજુડી તરીકે નામના મેળવી. આપણે જાણીએ છે કે, યુટ્યુબ પર અનેક વ્યક્તિઓ વીડિયો બનાવીને લોકોનું મનોરંજન પુરૂ પાડે છે, ત્યારે વીજુડી અને તેમની ટીમ પણ આ જ કાર્ય કરે છે.

વીજુડી એટલે ધનસુખ ભંડેરી જેમનો જન્મ જામનગર જિલ્લાન મોટા ઘરેડીયા ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમન પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ સુરત શહેર રહેવા ચાલ્યા ગયા અને ત્યાં જ ઘરના સભ્યો કામે જોડાયા. તેમને સુરત શહેરમાં પોતાની એક રેસ્ટોરન્ટ શરૂ કરેલી પરતું એ વ્યવસાય બહુ ચાલ્યો નહિ અને આખરે તેમને પોતાની કળા જ કામે આવી.

તેમને અભિનયનો શોખ તો બાળપણ થી જ હતો અને આજ કારણે તેઓ રામામંડળમાં સ્ત્રીનું પાત્ર ભજવતા હતા. એ સમયમાં ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા. તો પણ તેમને હિંમત હાર્યા વગર એક્ટિંગ ચાલુ રાખી. તેમને ૫ માં ધોરણ પછી પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. પોતાનું જીવન અભિનયમાં જ સમર્પિત કરવાનું વિચાર્યું. જ્યારે તેમને નોકરી છોડી ત્યારે જ તેમને રાકેશ પંચાલ નો ફોન આવ્યો અને તેમને વન મીડિયા એન્ટરટેઇનમેન્ટમાં કામ કરવાની ઓફર વ્યક્ત કરી જેના માલિક રમણિક ભાઈ છે.

તેમને મંડળ સાથે ગામે ગામે ફરી ફરીને રામ મંડળમાં સ્ત્રીન રોલ ભજવ્યા અને આજ કારણે અભિનય કલા તો પુષ્કળ હતી. પોતાની અભિનયની ક્ષમતાને લીધે અને આવડત નાં લીધે અને તેમને વીજુડીના રોલ માટે ફાઈનલ કરવામાં આવ્યા આજે ધનસુખ ભાઈએ વીજુડીના નામ પર ખુબજ મોટી નામના મેળવી છે. આજે તે ગુજરાતના ઘરે ઘરે જાણીતા બન્યા છે. તેમને સોશિયલ મીડિયના કોમેંડી વીડિયો પણ એવા જ કર્યા જેમાં કોઈ પ્રેરણાદાયી વાત એ જીવન ઘડતર અને ઉપયોગી સંદેશ હોય. આજમાં સમયમાં તેઓ અનેક ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે જાય છે અને આજે વીજુડી કોમેડીની દુનિયાની રાણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *