Entertainment

આ કોઈ મહેલ નથી આ દુનીયા નુ સૌથી મોંઘુ પ્લેન છે ! જાણો કોની પાસે છે આ પ્લેન

આજના સમયમાં અનેક લોકો એવા હોય છે જે પોતાના વૈભવીશાળી જીવન જીવી રહ્યા છે ત્યારે ખરેખર આશ્ચય જનક છે. ચાલો અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીએ જેની પાસે આલીશાન બંગલો તો છે સાથો સાથ એક એવું વિમાન છે. જેમાં મહેલ કરતાંય વિશેષ સુખ સુવિધાઓ છે.ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે કંઈ રીતે આ આલીશાન મહેલમાં પોતાનું જીવન વિતાવી રહ્યું છે.

હાલમાં સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સાઉદી અરેબીયાના અબજોપતિ અને અરેબીયન વોરન બફેટ ગણાતા સાઉદી પ્રિન્સ અલ-વલીદ બિન-તલાલે પોતાની સંપૂર્ણ સંપત આશરે 2.04 લાખ કરોડ રૂપિયા દાનમાં આપવાને લઈને ચર્ચામાં છે. આ તમામ સંપત્તિના માલિક પ્રિન્સ તલાલના મૃત્યુ બાદ પણ તેના સખાવતી કાર્યો ચાલું રહે એવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે.

આ વ્યક્તિ પાસે દુનિયાનું સૌથી કિંમતી વિમાન છે. જેને ઉડતો મહેલ પણ કહેવામાં આવે છે. પ્રિન્સે આ વિમાન એરબસ પાસેથી સુપર1.3 અબજ રૂપિયામાં ખરીદ્યું હતું. તેમાં પાંચ મોટા-મોટા રૂમ, તુર્કી સ્ટાઇલનું બાથરૂમ, એક રોલ્સરોયસ કાર રાકવાની જગ્યા અને મીટિંગ રૂમ પણ છે.પ્રિન્સ તલાલ વિમાન અને લક્ઝુરિયસ કાર્સના શોખીન છે. તેની પાસે 300 લક્ઝુરિયસ કાર્સનો કાફલો પણ છે.

આ ઉપરાંત તેમની પાસે કેટલાય વિમાનો પણ છે, જેમા હોકર જેટ, બોઈંગ 747 સામેલ છે. જોકે, આ બધામાં ખાસ છે તેનું એરબસ 380. પ્રિન્સ અલ વલીદ તલાલના ઉડતા મહેલની ખાસિયત આશ્ચર્યજનક છે. 500 મિલિયન ડોલરનું તેમનું ખાનગી વિમાન એરબસ 380 છે. પ્લેનની અંદર કાર પાર્કિંગ માટે પણ પાર્કિંગ સ્પેસ છે. એરબસ 380 દુનિયાના વિશાળ વિમાનોમાંનું એક છે. જેમાં 600 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે.ઘરમાં જેવી સુવિધા મળે તમામ સુવિધાઓ અને ખાસ નમાઝ પઢવા માટેનું પવીત્ર સ્થાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *