EntertainmentGujarat

બોલીવુડ મા નામ બનાવી ચુકેલા અમીત મિસ્ત્રી નુ જીવન આવુ રહ્યુ! ગયા વર્ષે આવી રીતે મૃત્યુ થયુ હતુ

અનેક એવા કલાકારો અને એક્ટરો છે જેમણે બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો મા પોતાની એક્ટિંગ થઈ અનોખી છાપ છોડી છે અને પોતાનુ નામ બનાવ્યુ છે. ત્યારે આજે એવા જ એક કલાકાર ની વાત કરવાના છીએ જેમણે નાની ઉમર મા બોલીવુડ રંગમંચ મા નામ બનાવ્યુ હતુ પરંતુ ગયા વર્ષે હાર્ટ એટેક થી મૃત્યુ થયુ હતુ. આપણે જે એક્ટર ની વાત કરી રહ્યા છીએ તેનુ નામ અમિત મિસ્ત્રી છે.

જો અમીત મિસ્ત્રીની વાત કરવામા આવે તો તેમનો જન્મ 1 જાન્યુઆરી 1970 ના રોજ થયો હતો અને તનો મુળા ગુજરાતી પરીવાર મા જન્મેલા હતા તેવો ઘણી ગુજરાતી ફિલ્મો મા કામ કરેલુ છે જેમા “ચોર બની થનગાટ કરે” “બે યાર” મુખ્ય છે આ ઉપરાંત અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.

અમિત મિસ્ત્રીએ બે યાર જેવી તમામ હિટ ગુજરાતી હિટ ફિલ્મોમાં કામ કર્યુ અને રંગમંચની દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવવા ઉપરાંત ‘ક્યા કહના’, ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’, ‘99’, ‘શોર ઇન ધ સિટી’, ‘યમલા પગલા દીવાના’, ‘અ જેન્ટલમેન’ અને હાલમાં જ આવેલ ‘બૈન્ડિટ બંદિશ’ જેવી લોકપ્રિય વેબ સીરીઝમાં પણ કામ કર્યું હતું.

આજ થી એક વર્ષ પહેલા અચાનક અમિત મિસ્ત્રી ના મૃત્યુ ના સમાચાર આવ્યા હતા. જેમા જાણવા મળ્યુ હતુ કે અમિત મિસ્ત્રી નુ હાર્ટ એટેક ને કારણે મૃત્યુ થયુ હતુ એક ઉભરતા કલાકાર નુ અચાનક મૃત્યુ થતા સિનેમા જગત મા શોક નુ ભોજુ ફરી વળ્યુ હતુ. અમીત મિસ્ત્રી એક સારા એક્ટર સાથે એક સારા વક્તિ તરીકે પણ જાણીતા હતા. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *