કુદરતી રીતે સમૃદ્ધ અને પ્રવાશ પ્રેમીને આકર્ષતો આ ટાપુ છે ગુજરાતના આ વિસ્તારમાં એક વખત મુલાકાત જરૂર… SSD February 9, 2022 0 Comments
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા આ પૃથ્વીને ઘણી જ વિશિષ્ટ અને આકર્ષક બનાવવામાં આવી છે, અહીં આપણે અમુક જગ્યાએ મોટા જળાશયો જોઈએ છીએ તો અમુક જગ્યાએ મોટા પહાડો. આપણી આ પૃથ્વીમાં રંગ બે રંગી પ્રાણીઓ અને પક્ષીઓ પણ છે, જયારે અનેક વનસ્પતિ અને ફૂલ ફળ પણ છે. આ સમગ્ર પ્રકૃતિને જોતા આપણા મનમાં ઘણી જ ઠંડક પહોંચે છે.
આપણી આસપાસ ઘણા એવા સ્થળો છે કે જેને જોયા પછી આપણને અશીમ શાંતિ ની અનુભૂતિ થાય છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે નીરવ શાંતિ મેળવવા માટે લોકોએ પ્રકૃતિની જ શરણ લેવી પડે છે. પરંતુ લોકોની એવી ધારણા છે કે પ્રાકૃતિક રીતે સમૃદ્ધ નજારાઓ ફક્ત વિદેશોમાં જ છે. પરંતુ જણાવી દઈએ કે બાબત એકદમ ખોટી છે. આપણા રાજ્ય ગુજરાત માં પણ અનેક એવી જગ્યાઓ છે કે જે પ્રાકૃતિક રીતે ઘણી સમૃદ્ધ છે આપણે અહીં એક એવા જ ટાપુ વિશે વાત કરવાની છે કે જ્યાં પ્રકૃતિની મહેર જોવા મળે છે.
આપણે અહીં પિરોટન ટાપુ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે આ ટાપુ જામનગર થી આશરે 16 નોટિકલ માઈલ દૂર આવેલ છે. અને આ ટાપૂ નો વિસ્તાર આશરે 3 ચોરસ કિમી છે. અહીં આવતા જ તેમને પ્રકૃતિના અતિ રમ્ય સ્વરૂપના દર્શન થશે. અને નીરવ શાંતિ ની પણ અનુભૂતિ થશે. જણાવી દઈએ કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અંતરગત આવેલા 42 ટાપુઓ પૈકી આ ટાપુને લોકોના પ્રવાશ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જોકે પ્રશાશન દ્વારા જળ જીવ સૃષ્ટિ ની સલામતીને પણ પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે. આ માટે અહીં મર્યાદતી લોકોને જ પ્રવેશ મળે છે.
જણાવી દઈએ કે પિરોટન ટાપુ પર જવા માટે ગુજરાત સરકાર વનખાતા અને કસ્ટમ ખાતા ઉપરાંત બંદર ખાતાની પરવાનગી લેવી પડે છે. જો વાત આ ટાપુ અંગે કરીએ તો વર્ષ 1867 થી 1898 સુધી અહીં દરિયાઈ જહાજને દિશા આપવા માટે ધ્વજ કાંઠી રાખવામાં આવી હતી જે બાદ વર્ષ 1898 માં 21 મીટર ઉંચી દિવાદાંડી બનાવવામાં આવી જેમાં ફેર ફાર કરીને વર્ષ 1955 થી 1957 માં અહીં 24 મીટર ઉંચી દીવાદાંડી મુકવામાં આવી. જેને વર્ષ 1996 માં સોલાર ની મદદથી ચાલતી કરવામાં આવી હતી જોકે ડીઝલના વિકલ્પને પણ આપાતકાલીન વિકલ્પ તરીકે રાખવામાં આવ્યું હતું.
જો કે આ ટાપુપર છેલ્લા 4 વર્ષથી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો જેને હવે દૂર કરવામાં આવ્યો છે. ચાર વર્ષ પહેલા અહીં અમુક લોકો ગેરકાયદેસર રીતે ઘૂસીને વ્યક્તિને દફન કરતા ની માહિતી મળવાથી પ્રતિબંધ રાખવામાં આવ્યું હતું. જો કે પ્રતિબંધ હટતા ની સાથે જ અનેક લોકોએ કુદરતીની મહેક માનવ માટે અહીં ભારી સંખ્મા મુલાકાત લીધી.