EntertainmentGujarat

ખાખરા બનાવીને આ મહિલાએ બે ફ્લેટ ખરીદ્યા અને દીકરીને આઈ.પી.એસ.બનવા દિલ્હી મોકલી!આ કામ માટે પતિ આપ્યું આવું બલિદાન…

આજના સમયમાં દરેક સ્ત્રીઓ ખૂબ જ આગળ વધી રહી છે, ત્યારે ખરેખર તમને જાણીને આનંદ થશે કે, પુરુષો કરતાંય વધુ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં મોખરે છે. જો વ્યક્તિ ધારે તો કંઈપણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે. આજે અમે આપને એક એવી મહિલા વિશે જણાવીશું જેને માત્ર ખાખરા બનાવીને આપમેળે બે ફેલટ ખરીદ્યા તેમજ હાલમાં પોતાની દીકરીને આઈ.પી.એસ.ની તૈયારીઓ કરાવી રહી છે.આ વાત પરથી એ તો કહી જ શકાય કે, જો આત્મવિશ્વાસ અને મહેનત હોય તો કોઈપણ નાના કામમાં સફળતા મેળવી જ શકાય છે. ચાલો આ મહિલા કંઈ રીતે સફળતા મેળવી તે જાણીએ.

હાલમાં જ એક પ્રેરણાદાયક કહાની ખૂબ જ ચર્ચામાં આવી છે. હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા બીજલબા સંજયસિંહ જાડેજા છેલ્લાં 11 વર્ષથી ખાખરાનો ગૃહઉદ્યોગ ચાલાવી રહ્યા છે. ખરેખર તેમને ઉમદા કાર્ય કર્યું છે. તેઓ એ પોતાની માતાની શીખ અને સાસુના સહયોગથી શરૂ કરેલા ગૃહઉદ્યોગના સહારે તેણીએ પોતાના બંને સંતાનોને સારી શાળામાં અભ્યાસ કરાવી દીકરીને આઇપીએસની તૈયારી માટે દિલ્હી મોકલી છે.

આટલું જ નહીં પણ તેમગૃહઉધોગમાં સફળતા મેળવી પોતાના 2 ફલેટ પણ ખરીદી લીધા છે.ખાખરાનો ગૃહઉદ્યોગ શરૂ કરવાની પ્રેરણા માતા ચંદ્રિકાબેન પરમાર પાસેથી મળી હતી કારણ કે તેઓ પણ ખાખરા બનાવતા હતાં..લગ્ન પછી તેમનેસાસુ જનકબાનો સહકાર મળતા મેં સાસુ અને જેઠાણી કાજલબાએ ખાખરા બનાવી વેંચાણ શરૂ કર્યું હતું. છેલ્લા 6 વર્ષથી ફઈજી સાસુ પારૂબા પણ અમારી સાથે જોડાયા છે. પ્રથમ ફકત સાદા ખાખરા બનાવતા હતા.

જયારે અત્યારે કુલ 9 ફેલવર્સના ખાખરા બનાવી છીએ અને 23 બહેનો અમારી સાથે કામ કરે છે. વધારે સાદા, મેથી અને મસાલા ખાખરા વેંચાણ વધુ થાય છે.એક વિચાર થકી આજે અનેક સ્ત્રીઓને પણ સફળતા મળી છે.તેમના પતિ પણ પોતાની પત્નીને ગૃહઉધોગને આગળ વધારવા અને પત્નીનું સપનું પૂરૂં કરવા માટે ખાનગી કંપનીની નોકરી છોડીને મહત્વનું બલિદાન આપ્યું અને હાલમાં 8 વર્ષથી પત્ની સાથે ગૃહઉધોગના વ્યવસાયમાં જોડાયા છે. વધુ બહેનોને રોજગારી આપી શકું તે માટે ખાખરાનું કારખાનું કરવાની ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *