EntertainmentGujarat

ગોધરાના આ યુવાન પાસે છે અનોખો ખજાનો ! 258 દેશો ની નોટો અને 6000 થી વધુ…..જુઓ તસવીરો

દરેક વ્યક્તિને મનગમતી વસ્તુઓનું કલેકશન કરવાનો શોખ હોય છે. આજે અમે આપને એક એવા જ યુવાન વિશે જણાવીશું કે તમે જાણીને ચોકી જશો. વાત જાણે એમ છે કેગોધરાના આ યુવાન પાસે છે અનોખો ખજાનો ! 258 દેશો ની નોટો અને 6000 થી વધુ. તમને જાણીને નવાઈ લાગશે કે, યુવાને જુદા-જુદા દેશોના સિક્કા, નોટો અને ટપાલ ટિકિટો ભેગી કરી છે.આ શોખના કારણે તેઓ આજ સુધી ઘણા બધા અવોર્ડસ અને સર્ટીફીકેટો મેળવી ચુક્યા છે, online world records નામની સંસ્થાએ તેમને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી વિશ્વરેકોર્ડ માં સ્થાન આપ્યું છે, તે ઉપરાંત incredible book of recordsનામની સંસ્થા એ અર્પિતને નેશનલ અવોર્ડ આપેલ છે

ચાલો અમે આપને આ યુવાન વિશે જણાવીએ કે, આખરે કોણ છે આ યુવાન જેને આવો શોખ લાગ્યો છે. આ યુવાન પંચમહાલ જીલ્લાના ગોધરા નગરમાં રહે છે અને અર્પિત ખ્રિસ્તી છેલ્લા 25 વર્ષ થી જુદા જુદા દેશોની ચલણી નોટો, સિક્કાઓ અને ટપાલ ટીકીટો સંઘ્રહ કરવાનો અનોખો શોખ ધરાવે છે , અર્પિત ખ્રિસ્તીએ ટોટલ 258 દેશોની આશરે 1400 થી વધુ ચલણી નોટો , આશરે 6000 થી વધુ ટપાલ ટીકીટો અને 900 થી વધુ સિક્કાઓ નો સંગ્રહ કર્યો છે,

અર્પિત ખ્રિસ્તી વ્યવસાયે ખાનગી કાર કમ્પનીના શો રૂમ માં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને દર મહિને તેમને મળતી આવકના આસરે 50% જેટલી રકમ તેમના શોખ માટે ફાળવે છે. અર્પિત પાસે કીમતી અને ભાગ્યે જોવા મળતી સ્મારક નોટો કે જેને આપડે કોમોમેરીટીવ બેંકની નોટો તરીકે ઓળખીએ છીએ તેનો પણ સમાવેશ થાય છે , તેમજ પ્લાસ્ટિકથી બનેલી નોટો સિક્કાઓ તથા જર્મની માં ૧૯૨૦ માં જયારે કાગળ ની આછત હતી તેવા સમયે કાર્ડબોર્ડ પર બનેલી નોટો નો ઘણો મોટો સંગ્રહ છે.


અર્પિત જુદા જુદા દેશોના સિક્કા, નોટો અને ટપાલ ટિકિટો, જુદી જુદી વેબસાઈટ, વોટસેપ ગ્રૂપ તથા અન્ય ઓનલાઈન માધ્યમથી ખરીદી કરે છે અને પોતાના સંગ્રહમાં વધારો કરે છે.


ભૂતાન દેશની પ્રથમ સ્ટીલ મટીરીયલની ટપાલ ટિકિટ બહાર પાડેલી.અર્પિત ખ્રિસ્તીના જણાવ્યા મુજબ તેમનું સપનું છે કે ભવિષ્યમાં તેઓ દેશના શ્રેષ્ઠ એવોર્ડથી સન્માનિત થાય છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે, અર્પિત ખ્રિસ્તીના સંગ્રહને જોવા માટે દૂર દૂર થી લોકો તેમના ઘરે વિઝીટ કરતા હોંય છે, અને તેમની આ લાયબ્રેરીને જોઈ આશ્ચર્ય અનુભવતા હોંય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *