પાલનપુર ના રાવપુરા ત્રણ મિત્રોએ એવું કામ કર્યું કે આખું ગામ વખાણ કરતા થાકી ગયુ ! જાણો પૂરો કીસ્સો
આ જગતમાં આવવાનો ધકો તમારો વ્યર્થ ન જાય એ જ સૌથી મહત્વની વાત છે! ઈશ્વરે આપણને આપ્યું છે તો બીજાને આપવું એ આપણી ફરજ તો નહીં પણ આપનો માનવતાનો ધર્મ છે. કહેવાય છે ને કે માનવ સેવા એજ પ્રભુ સેવા! ત્યારે આજે આપણે એક એવો જ પ્રેરણાદાયક કિસ્સો જાણીશું! આ ઘટના ખૂબ જ વખાણવવા લાયક છે.
હાલમાં જ પાલનપુર તાલુકાના દેવપુરા ગામે રહેતા એક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાના સંતાનના લગ્ન કરવા માટે નાણાંની સગવડ ન હોવાથી છેલ્લા બે વર્ષથી લગ્ન અટકી પડ્યા હતા. આ વાતની જાણ સેવાભાવી યુવાનોને જાણ થતા તેમના લગ્નનો ખર્ચ ઉપાડી લીધો.છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ રાવળ(યોગી)ના બે સંતાનો દિકરા અને
દિકરીના લગ્ન છેલ્લા બે વર્ષથી નાણાંના લીધે અટકી પડ્યા હતા.કોરોના લીધે રોજગાર બંધ થતાં પરિવારને પોતાના સંતાનોના લગ્ન કરાવવા મુશ્કેલ બન્યા હતા.આ બાબતની જાણ કુશ્કલ ગામના ત્રણ સેવાભાવી યુવાન હિતેષભાઇ ચૌધરી (કુશકલ),પ્રકાશ ચૌધરી (રેડીયન્ટ ઇવેન્ટ ),દેવજી ચૌધરી (તલાટી) થતા ત્રણ યુવાનોએ ગરીબ પરિવારના દિકરા-દિકરીના લગ્નની તમામ જવાબદારી ઉઠાવી લીધી.
ત્રણ મિત્રોએ ભેગા મળી ડેકોરેશન, ભોજન સહીતની ચીજ વસ્તુઓમાં રૂ.80 હજાર જેટલો ખર્જ થયો હતો જે ત્રણ મિત્રોએ ભેગા મળી ઉઠાવી લીધો હતો.ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે, કારણ કે માનવતા સેવા થી મોટી કોઈ પૂજા નથી.