EntertainmentGujarat

વારંવાર થતા પેટના કરમિયા થી છુટકારો મેળવવા ઘરેલુ ઉપચાર અપનાવો.

પેટની સૌથી ખરાબ બીમારી છે, કરમિયા જે બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને પણ થઈ શકે છે. ત્યારે આજમાં આયુર્વેદિક ઉપચારમાં અમે આપને જણાવીશું કે કંઈ રીતે તમે ઘરેલુ ઉપચાર દ્વારા જ તમે સરળતાથી કરમિયાની બીમારી દૂર થઈ શકે છે. ત્યારે ચાલો પહેલા એ જાણીએ કે કરમિયા તમારા પેટમાં હશે તો તેના લક્ષણો શું હોય છે અને શા માટે કરમિયા થાય છે.

સૌથી પહેલા જાણીએ કે, શા માટે કરમિયા થાય છે.દૂષિત પાણી પીવું ,ગંદકી વાળી જગ્યામાં રહેવું અથવા ભોજન બનાવવું, ભૂખ ન હોવા છતાં જમવું,વધુ પડતા ગળ્યા, ચીકાશવાળા અને ખાટા પદાર્થો જમવામેંદાની વાનગીઓ જમવી તથા વધુ પડતાં ઠંડા પદાર્થોનું સેવન કરવું.લાંબા સમયનો કબજિયાત,રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી., વીટામીન અને ખનીજોની ખામી હોવી.

આ તમામ કારણો છે, હવે આપણે જાણીએ કે પેટમાં કરમિયા હોય તો કેવા લક્ષણો જોવા મળે છે.પેટમાં દુ:ખવું તથા ઝાડા અને ઉલટી થવી.,મોઢામાંથી કડવો સ્વાદ આવવો.શરીરમાં થાક અનુભવાવો.વારંવાર અપાનવાયુ છૂટવો.મળદ્વારે ખંજવાળ આવવી. (ખાસ કરીને રાત્રે)મળમાં કૃમિ દેખાવા.

ઘરેલુ ઉપચાર: અજમો કૃમિના ઉપચાર માટે શ્રેષ્ઠ દવા છે. તેની અંદર થાઈમોલ હોવાથી તે બધા જ કૃમિનો જળમૂળમાંથી નાશ કરે છે. અડધી ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે ગોળ સાથે લેવોરોજ બે થી ત્રણ ચમચી કારેલાના પાનનો રસ પીવાથી કૃમિ મટે છે.લીમડાનો રસ અઠવાડિયા સુધી લેવાથી કૃમિ જડમૂળમાંથી નાશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *