EntertainmentGujarat

ખૂબજ લોકપ્રિય નેતા અને અભિનેતા રવિ કિશન માત્ર આટલું ભણેલા છે અને આજે તેમની પાસે છે આટલી અધધ સંપતિ……

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનોરંજન આપણા જીવન માં ઘણું જ આગવું સ્થાન ધરાવે છે વ્યક્તિ જ્યારે પોતાના કામથી થાકી જ્યાં છે ત્યારે મનોરંજન મેળવવાનું કામ કરે છે. જો કે આ માટે નું કામ આપણા દેશ ના વિવિધ ફિલ્મ જગતો ઘણું સારી રીતે કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ અનેક રાજ્યો અને અનેક ભાષા ઉપરાંત અનેક સંસ્કૃતિઓ સાથે મળી ને બનેલો છે. આપણા દેશમા અનેક પ્રદેશિક ફિલ્મ જગતો છે. આ તમામ ફિલ્મી જગત સમગ્ર વિશ્વમા ઘણા લોકપ્રિય છે અને પોતાની આગવી ઓળખ પણ ધરાવે છે. આજે આપણે અહીં એક આવાજ લોક પ્રિય અભિનેતા વિશે વાત કરવાની છે.

આજે આપણે ભોજ્પુરી સિનેમાથી લઈને બોલીવુડ અને હવે રાજનીતિ માં પણ પોતાનું આગવું સ્થાન ધરાવનાર ઘણા જ લોકપ્રિય કલાકાર અને રાજનેતા રવિ કિશન વિશે વાત કરવાની છે. આપણે અહીં તેમના ઘર અને પરિવાર ઉપરાંત તેમની જીવન શૈલી અને તેમની સંપતિ વિશે વાત કરવાની છે.

જો વાત રવિ કિશન અંગે કરીએ તો તમને જાણવી દઈએ કે તેમનું આખું નામ રવિ કિશન શુકલા છે. જો વાત તેમનો જન્મ અંગે કરીએ તો તેમનો જન્મ 17 જુલાઇ 1971 ના રોજ થયો હતો. તેઓ ઉતર પ્રદેશ ના જહોન પૂર ના રહેવાસી છે. અને હાલ મુંબઈ માં રહે છે.

એક સમયે અહીં ચોલ માં રહેતા રવિ કિશન પાસે અત્યારે મુંબઇના ગોરેગાવમાં ગાર્ડન ઇસ્ટેટ એપાર્ટમેન્ટમાં 14 માં માળ પર ઘર છે. અને આ ઘર તેમણે બે ડુપ્લેક્સને જોડીને બનાવ્યુ છે. કે જે 8 હજાર સ્કેવર ફિટમાં ફેલાયેલું છે. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

તેઓ એક સફળ અને લોકપ્રિય અભિનેત્તા તો છે જ પરંતુ હાલ માં તેઓ રાજનેતા પણ છે. તેમણે રાજનીતિ ની શરૂઆત વર્ષ 2014 માં લોકસભાની ચૂંડણી દરમિયાન કોંગ્રેસ સાથે કરી હતી. પરંતુ તેમને આ ચૂંટણીમાં હાર મળી હતી. જેના પછી રવિ કિશને કોંગ્રેસ પાર્ટી છોડી અને બીજેપીમાં જોડાયા. અને અહીંથી તેમણે ગોરખપુર સીટ પરથી ઊભા રહીને જીત્યા અને સંસદ સુધી પહોંચ્યા હતા. એક મીડિયા અહેવાલ અનુસાર તેમની પાસે હાલ 20 કરોડની સંપતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *