90 ના દાયકાના હિન્દી ફિલ્મોના ખતરનાક વિલન “ડેની” સાહેબ હાલ શુ કરે છે ?? જાણો તેમની આ ખાસ બાબતો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ ની લોક પ્રિયતા આખા વિશ્વમાં છવાયેલી છે. લોકો ને હિન્દી ફિલ્મ જોવી ઘણી પસંદ આવે છે લોકો હિન્દી ફિલ્મો ઉપરાંત હિન્દી કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જો કે બોલીવુડમાં આવવું અને બોલીવુડ માં ટકી રહેવું ઘણું મુશ્કેલ બાબત છે. આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ સ્વંત્રત મંચ છે અહી દરેક વ્યક્તિ આવીને પોતાનો કળાનો નમુનો આપી શકે છે. પરંતુ ઘણા ઓછા લોકો બોલીવુડ માં પોતાનું નામ બનાવી શકે છે અને લોકોમાં લોક પ્રિયતા મેળવી શકે છે.
આપણે એવા પણ ઘણા કલાકારો જોયા છે કે જેઓ પોતાની એક કે બે ફિલ્મ બાદ બોલીવુડ માંથી ગાયબ થઇ જાય છે લોકોને તેમના નામ પણ યાદ હોતા નથી. જયારે એવા પણ ઘણા કલાકારો છે કે જેઓ દશકો વીતી ગયા પછી પણ લોકોના દિલ પર રાજ કરે છે. અને પોતાની એક્ટિંગ સ્કીલ થી લોકોને ઘણા પ્રભાવિત કરે છે. આપણે અહી એવાજ કલાકાર વિશે વાત કરવાની છે. ફિલ્મ જગત માં કાંચા ચીના અને કાત્યા જેવા ખલનાયક ની ભૂમિકા કરીને લોકોના દિલ પર રાજ કરનાર ડેની ડેન્ઝોંગપા વિશે આપણે અહી વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફિલ્મ ની હિટ કરવા માટે હીરો હિરોઈન જેટલા જરૂરી છે તેટલા જ વિલન પણ જરૂરી છે. તેમાં પણ ૮૦ અને ૯૦ ના દશક માં વિલન ની ભૂમિકા કરનાર કલાકારો પોતાના આગવા અને ડરામણા અંદાજ તથા પોતાના ડાઈલોગ અને પોતાની આગવી એક્ટિંગ ના કારણે આજે પણ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. આપણે અહી આવાજ રીલ લાઈફ ખલનાયક ડેની ડેન્ઝોંગપા વિશે વાત કરવાની છે.
ફિલ્મ જગત માં ભલે વિલન ની ભૂમિકા કરી હોઈ પરંતુ ડેની ડેન્ઝોંગપા વાસ્તવિક જીવનમાં ઘણા શાંત અને સરળ સ્વભાવ ના છે. જણાવી દઈએ કે ડેની ડેન્ઝોંગપા નો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ સિક્કિમ માં થયો હતો. જો કે ડેની ડેન્ઝોંગપા એ પોતાનું શરૂઆત નું એક્ટિંગ કરિયર હકારાત્મક ભૂમિકા સાથે શરુ કર્યું હતું અને અનેક ફિલ્મો માં તેઓ હીરોના રોલમાં પણ હતા તેમણે “ ફકીરા ચોર મચાયે શોર “ “ બુલંદી “ અને અધિકાર જેવી અનેક ફિલ્મો માં હકારાત્મક રોલમાં જોવા મળ્યા હતા.
પરંતુ સમયની સાથે તેમના રોલમાં પણ પરિવર્તન આવ્યું અને તેઓ હકારાત્મક ને બદલે નકારાત્મક રોલ કરવા લાગ્યા. જો કે લોકોને ડેની ડેન્ઝોંગપા નો વિલનનો રોલ ઘણો પસંદ આવ્યો લોકો આજે પણ ડેની ડેન્ઝોંગપા ને ઘણો પ્રેમ આપે છે. જો વાત તેમની ફિલ્મો અંગે કરીએ તો તેમણે “ પાપી “ “ આશિક હું બાહારો કા “ “ બંદિશ “ “ ધ બર્નિગ ટ્રેન “ જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું અને પોતાની આગવી ઓળખ બનાવી.
ઉપરાંત તેમને શોલે ફિલ્મ નો ગબ્બર નો રોલ પણ ઓફર થયા ની વાતો છે. જો વાત વર્તમાન સમય અંગે કરીએ તો જણાવી દઈએ કે ડેની ડેન્ઝોંગપા છેલ્લે વર્ષ ૨૦૧૯ માં મણિકરણીકા ફિલ્મમાં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ પોતાની બીયર કંપની સાંભળી રહ્યા છે તેવા પણ અહેવાલ છે. જો કે આજે પણ લોકો તેમના ખલનાયક વાળા રૂપ ને ઘણા યાદ કરે છે.