આ જગ્યા પર આવેવુ છે કરણી માતા નુ ચમત્કારીક મંદીર જયા સફળ ઉંદર દેખાય તો સમજી જવાનું કે
કરણી માતા નુ મંદિર રાજસ્થાન ના બિકાનેર પાસે દેશનોક મા આવેલું છે આ મંદિર ને ચમત્કારી મંદિર ને ખુબ ચમત્કારી માનવા મા આવે જે આ મંદિર મા અનકે ઉંદર જોવા મળે છે તેથી આ મંદિર ને મુશક મંદિર તરીકે પણ ઓળખવા મા આવે છે. આ મંદિર મા 25000 ઉંદરો છે. આ કોઈ સામાન્ય ઉંદર નથી માતાજીના આશીર્વાદથી જન્મેલા ઉંદર છે. અને અહી જે પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે એ પણ આ ઉંદરોનો એઠો કરેલો હોય છે.
કરણી માતા ને માં શક્તિનો અવતાર માનવામાં આવે છે. એ પોતાના જન્મ માં ઘણા ચમત્કારો દેખાડે છે, ૧૪૪૪ માં ચારણ કુળમાં તેનો જન્મ થયો. તેમનું નામ રીધુબાઈ પણ હતું. આ મંદિર રાજસ્થાન ના બિકાનેર જીલ્લા થી ૩૦ કિલોમીટર દુર દેશનોક નામની જગ્યા પર આવેલ છે. આ મંદિર આરસ નું બનેલું છે.
આ મંદિર ની ખાસ વાત એ છે કે જો તમને આ મંદિર મા સફેદ ઉંદર જોવા મળે તો તમારી બધી મનોકામના પૂરી થશે તેવુ માનવામાં આવે છે અને આ મંદિર ની ખ્યાતી આખા વિશ્વ મા છે અને ગામે ગામ થી લોકો દર્શને આવે છે.