આ જગ્યા પર ખોદકામ દરમ્યાન મળી આવ્યુ 4500 વર્ષ જુનુ ઐતીહાસ સુર્ય મંદીર ! જુઓ બીજુ શુ શુ મળી આવ્યુ…
આપણે જાણીએ છે કે, પુરાતત્વ વિભાગ દ્વારા ભારતમાં અનેક જગ્યા એ ખોદકામ કરીને આપણી ઐતિહાસિક અને પ્રાચીન ધરોહર શોઘી કાઢતા હોય છે. ત્યારે હાલમાં જ ભારતમાં નહીં પણ ઈજિપ્તમાં 4500 વર્ષ જૂનું સૂર્ય મંદિર મળી આવ્યું છે. સંશોધન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, મંદિરના થોડા ભાગને તોડીને પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્યના છઠ્ઠા રાજાએ પોતાનુ મંદિર બનાવ્યું હતુ. આ ઘટનાને પગલે આર્કિયોલોજી વિભાગે દાવો કર્યો છે કે તેઓએ આ મંદિરના કેટલાંક ભાગને શોધી કાઢ્યા છે.
ઈટાલી અને પોલેન્ડ તરફથી સંયુક્ત સર્ચ ઓપરેશન અભિયાન ઈજિપ્તમાં ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ માહિતી ઇન્સટાગ્રામમાં પોસ્ટ થયેલ.આર્કિયોલોજી વિભાગે ઈજિપ્તમાં વધુ એક જૂનુ સૂર્ય મંદિર શોધી કાઢવામાં આવ્યું છે. અવશેષોને જોઇને અનુમાન લગાવવામાં આવે છે કે કાચી ઈંટોમાંથી બનાવવામાં આવેલુ આ બિલ્ડિંગ એક સૂર્ય મંદિરનુ છે, જે પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્ય 2465 to 2323 BC નુ હોય શકે છે. આ પહેલા પણ ઈજિપ્તમાં એક સૂર્ય મંદિરના અવશેષો મળ્યા હતા.
ઈજિપ્તના પ્રાચીન અને પર્યટન મંત્રાલયે તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, આ જોઈન્ટ ઈટાલિયન-પૉલિશ આર્કિયોલોજિકલ મિશન છે. જે King Nyuserreના મંદિર પર કામ કરી રહ્યું છે. મંદિરની નીચે કાચી ઈંટોની એક બિલ્ડિંગના અવશેષ મળ્યાં છે. આ મંદિર ઈજિપ્તની રાજધાની કાહિરાના દક્ષિણ વિભાગમાં રહેલા અબુસીર વિસ્તારમાંથી મળ્યું છે. આ King Nyuserre ના મંદિરની નીચે હતુ. હાલમાં આ મંદિર અંગે વધુ તપાસ ચાલી રહી છે, ત્યારે જાણવામાં આવ્યું છે કે, આ બિલ્ડિંગ પાંચમા સામ્રાજ્યના ગુમાવેલા સૂર્યનાા 4 મંદિરોમાંથી એક હોઇ શકે છે,
આ અંગેની વાત જાણવા મળી છે કે, ઐતિહાસિક બુકમાં કરવામાં આવ્યો છે. મંદિરની ઈમારતના અમુક ભાગને પાંચમા સામ્રાજ્યના છઠ્ઠા શાસક pharaoh એ તેના શાસન દરમ્યાન ધ્વસ્ત કરાવી દીધુ હતુ. કારણકે તે ત્યાં તેનુ મંદિર બનાવી શકે.હાલમાં આ મંદિર અંગે તપાસ ચાલુ છે પરંતુ લોકોમાં આ ઘટના કુતુહુલનો વિષય બની છે,