આ કારણે સવજીભાઈ ધોળકીયા ના પુત્ર ને બીજા શહેર મા નોકરી માટે ધક્કા ખાવા પડ્યા હતા અને માત્ર ત્રણ જોડી કપડા અને 7 હજાર રુપીયા જ હતા…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સવજીભાઈ ધોળકિયા જીવનમાં ગરીબીનો સામનો કરીને આજે આટલી સફળતાએ પહોંચ્યા છે, ત્યારે તેની પાછળ તેમની મહેનત રહેલી છે. જીવનમાં પૈસાની કિંમત શું હોય તે શીખવવા માટે પોતાના પુત્ર દ્રવ્ય ધોળકિયાને પૈસા કમાવવા માટે રસ્તે રઝડતો કર્યો હતો જેથી તે જાતે જ પોતાની રીતે પૈસા કમાઈ અને તેને પૈસાની કિંમત સમજાય. ચાલો અમે આપને જણાવીએ કે, કઇ રીતે દ્રવ્યએ 6 મહિના સુધી એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાનું જીવન વિતાવ્યું.
દ્રવ્ય ધોળકિયા સોસિયલ મીડીયા પર ઘણા એક્ટીવ રહે છે, આ ઉપરાંત દ્રવ્ય ધોળકિયા ના અભ્યાસ ની વાત કરવામા આવે તો દ્રવ્યએ ન્યૂયૉર્કની પેસ યુનિવર્સિટી’માંથી MBA કર્યું છે. એક અહેવાલ મુજબ MBA પૂર્ણ કર્યા બાદ જ્યારે દ્રવ્ય ન્યૂયૉર્કથી સુરત આવ્યો ત્યારે તેના પિતાએ તેને ફ્રેશરની જેમ પહેલા જોબ કરવાનું કહ્યું હતુ. દ્રવ્યએ પહેલી નોકરી કૉલ સેન્ટરમાં કરી હતી અને તેનું કામ અમેરિકન કંપનીને સોલર પેનલ વેચવાનું હતુ. તેણે અઠવાડિયામાં જ આ નોકરી છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સવજીભાઈનાં કહેવાથી દ્રવ્યએ ફક્ત ૩ જોડી કપડા અને 7 હજાર રૂપિયામાં કોચ્ચીમાં મહિનો પસાર કર્યો હતો અને આવું કરવા પાછળનો હેતુ જિંદગીને સમજવાનો હતો. આ સમય દરમિયાન તેને પોતાના પિતાની ઓળખ પણ નહોતી લેવાની અને આજ કારણે એ બે ત્રણ દિવસ માટે રોજ નોકરી મેળવવું ભટક્યો અને બે ત્રણ દિવસ તો ભૂખ્યો તરસ્યો પણ રહ્યો હતો. ધોળકિયા પરિવારના આ કિસ્સાની ઈન્ટરનેશનલ મીડિયાએ પણ નોંધ લીધી હતી.
જ્યારે સવજીભાઈ લંડન ગયા હતા, સાથે પુત્ર દ્રવ્ય પણ હતો. સવજીભાઈને પાપડ ખાવાનો ભારે શોખ. લંડનની રેસ્ટોરન્ટમાં પુત્રએ પિતાનો આ શોખ જાણીને જમવામાં પાપડ મંગાવ્યો. જમવાનું પૂરું થયું એટલે બિલ આવ્યું. રેસ્ટોરન્ટે બિલમાં એક પાપડના 4 પાઉન્ડ (અંદાજ 400 રૂપિયા) વસૂલ્યા હતા. એ વખતે તો સવજીભાઈ કંઈ બોલ્યા નહીં, પણ મનમાં ગાંઠ વાળી કે પુત્રને જિંદગીના પાઠ તથા પૈસાનું મૂલ્ય સમજાવવા કંઈક કરવું પડશે.
દ્રવ્યની ઉંમર 21 વર્ષની હતી ત્યારે જ સવજી ભાઈએ કોઈ અજાણી જગ્યાએ જઈ નોકરી શોધી પૈસા કમાવવા કહ્યું. પહેલા તો દ્રવ્ય કંઈ સમજી શક્યો નહી. પછી તેને પિતાની આખી વાત સમજાઈ ગઈ. દ્રવ્યને માત્ર 7 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. જે માત્ર ઈમર્જન્સીમાં જ યુઝ કરવાની છૂટ હતી. દ્રવ્યએ તેની જમવાની અને રહેવાની વ્યવસ્થા જાતે કરવાની હતી અને તેને કેરળમાં ત્રણ અલગ અલગ જગ્યાએ એ સામાન્ય વ્યક્તિ તરીકે નોકરી હતી જેમાં તેને બેકરી, એડીદાસ અને સોલાર પેનલ કંપનીમાં કામ કરેલું.
કોચીમાં દ્રવ્ય ત્રણ અઠવાડિયા રહ્યો અને કોઈ મેનેજમેન્ટ સ્કૂલ ન શીખવી શકે તેવા બિઝનેસના અને જિંદગીના પાછ શીખીને પરત આવ્યો હતો. આ દરમિયાન દ્રવ્યએ પિતાએ આપેલા 7 હજાર અને પોતાની કમાણીના રૂ. 3950 રૂપિયાની કમાણી કરી હતી જે તેણે પિતાના હાથમાં મૂક્યા તો સવજીભાઈ પોતાના દીકરા પર ગર્વ અનુભવ્યો હતો. આજે દ્રવ્ય લક્ઝ્યુરિસ લાઈફ સ્ટાઈલ જીવે છે.