અમદાવાદ નો યુવાન દુનીયા ના સૌથી ધનિક ઇલોન મસ્ક સાથે કામ કરે છે ?? કંપની મા એવુ છે સ્થાન કે જાણી ને ગર્વ થશે…
આપણે સૌ કોઇ જાણીએ છે કે, ગુજરાતીઓનો દબદબો આજના સમયમાં દરેક ક્ષેત્રમાં છે. ત્યારે આજે આપણે એક એવા યુવાન વિશે વાત કરીશું જે આજે દુનીયા ના સૌથી ધનિક ઇલોન મસ્ક સાથે કામ કરે છે. આજે આ યુવાનનું કંપની મા એવુ છે સ્થાન કે જાણી ને ગર્વ થશે. ટેસ્લા ખાતેની ઓટોપાઈલટ ઓર્ગેનાઈઝેશનની ટીમે USAમાં યોજાયેલી કંપનીની AI ડેની ઈવેન્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેલ્ફ-ડ્રાઈવિંગ પ્રોગ્રેસમાં અમદવાદના પરીલ જૈનનું મહત્વનું યોગદાન છે.
અમદાવદનો પરીલ જૂનિયર પોઝિશન પર ટેસ્લામાં જોડાયો હતો. તેણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં જ ઈલોન મસ્ક સાથે રહીને કામ કરતી મહત્વની એન્જિનિયરિંગ લીડરશીપ ટીમનો ભાગ બની ગયો.હાલમાં તે વિશ્વની શ્રેષ્ઠ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ સિસ્ટમ બનાવવા પર કામ કરી રહ્યો છે. અહીંયા સુધીની સિદ્ધિ કેમ મેળવી તે અંગે તેના જીવન વિશે જાણીએ.
અદાવાદમનો 29 વર્ષીય પરીલ જૈન 2017માં ટેસ્લા સાથે જોડાયો હતો. ઈલોન મસ્કની પેશનેટ યંગ એન્જિનિયર્સની ટીમમાં ઓટો-પાઈલટ કાર્સના પ્રોજેક્ટ પર મહત્વનું કામ કરે છે.પરિલ વિશે જાણીએ તો તેણે આ સ્થાન સુધી પહોચવા માટે નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું તેમજ 11 અને 12નો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલમાંથી પૂરો કર્યો છે.એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી તેણે યુએસએની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
પરિલ જ્યારે ઓટોનોમસ રેસિંગ માટે ઓપન-સોર્સ કમ્યુનિટી ડેવલપ કરવાના પ્રોજેક્ટ પર ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે કામ કરી રહ્યો હતો. પ્રોજેક્ટના કારણે જ ટેસ્લાના રિક્રૂટરે લિન્ક્ડઈન થકી મારો સંપર્ક કર્યો હતો. મને ટેસ્લામાં 2017માં જોબ મળી હતી.” પરીલે સ્કૂલમાં હતો ત્યારથી જ તેને કમ્પ્યૂટર સોફ્ટવેરમાં રસ હતો. નિરમામાં એડમિશન લીધા પછી તેનો રસ અને તેમાં આગળ વધવાની તક વધુ મજબૂત થઈ હતી.
તમને જાણીને ગર્વ થશે કે ટેસ્લામાં પરીલ સીધો જ CEO ઈલોન મસ્કના હાથ નીચે કામ કરે છે. તેનું કહેવું છે કે, ઈલોન મસ્ક પેશનેટ લીડર છે. તેણે કહ્યું, “ઈલોન મસ્ક પ્રોજેક્ટમાં ખૂબ રસ લે છે જેથી તેઓ સુનિશ્ચિત કરે છે કે ટીમની દરેક વ્યક્તિ વ્યવહારિક બને અને ખોટી દિશામાં ભટકે નહીં.” ઊભરતા એન્જિનિયરોને શું સલાહ આપવા માગશો તેમ પૂછવામાં આવતાં પરીલે કહ્યું કે, લોકપયોગી થાય અને લોકોના જીવનમાં કંઈક સુધાર લાવી શકે તેવા પ્રોજેક્ટ પર કામ કરવું જરૂરી છે.
ઓટોપાઈલટ કારના ક્ષેત્રે કંપનીની પ્રગતિ અને દુનિયાભરમાંથી શ્રેષ્ઠ AI અને રોબોટિક્સ એન્જિનિયરોની ભરતી કરવાના પ્રયાસ અંગે ઈલોન મસ્કની ટીમના સભ્ય તરીકે પરીલે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પરીલના પિતા પ્રોફેસર એન.કે. જૈન તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સમાંથી નિવૃત્ત થયા છે.