આ કોઈ હીરોઇન નહી દેશનુ ગૌરવ IPS પૂજા યાદવ છે ! હાલ ગુજરાત ના આ જિલ્લા મા ફરજ નિભાવી રહ્યા છે. જાણો વિગતે
આજે આપણે એક એવા આઈપીએસ અધિકારી વિશે વાત કરીશું કે તેમનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે. સૌથી ખાસ વાત એ કે તેમની સુંદરતા સામે બોલીવુડની અભિનેત્રીઓ ઝાંખી પડે. આજમાં મોર્ડનયુગમાં તેમને દેશ સેવામાં કાર્ય કરવાનું વિચાર્યું. તેમની કામગીરી ખૂબ જ સરહાનીય અને તેમનું વ્યક્તિત્વ પણ નીડર છે.
હાલમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે, ત્યારે.પોલીસ વિભાગમાં મોટે પાયે બદલી થતા રાજકોટ શહેરમાં પૂજા યાદવને ટ્રાંફિક ડીસીપી તરીકે જવાબદારી મળી છે. ચાલો તેમના જીવનની સફળતાની કહાની વિશે જાણીએ.
પૂજા યાદવની ગણતરી દેશની સૌથી સુંદર વહીવટી અધિકારીઓમાં કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે, આઇપીએસ પૂજા યાદવનો જન્મ 20 સપ્ટેમ્બર 1988 ના રોજ થયો હતો.
તેમનું બાળપણ હરિયાણમાં પસાર થયું. 2018 બેચની આઇપીએસ અધિકારી છે. આઇપીએસ પૂજા યાદવે બાયોટેક્નોલોજી એન્ડ ફૂડ ટેક્નોલોજીમાં એમટેકની ડિગ્રી પ્રાપ્ત કરી.
. ત્યારબાદ તે કેનેડા જતી રહી હતી. થોડા વર્ષો સુધી કેનેડામાં નોકરી કર્યા બાદ તે જર્મની જતી રહી હતી. પરંતુ તે પોતાના દેશ માટે કંઇક કરવા માંગતી હતી અને એટલા માટે વિદેશની નોકરી છોડીને ભારત આવી ગઇ.
પૂજા યાદવે એમટેકનો અભ્યાસ અને યૂપીએસસી પરીક્ષાની તૈયારી કરતી વખતે તેમણે પોતાનો ખર્ચ નિકાળવા માટે બાળકોને ટ્યૂશન ભણાવ્યું અને રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કર્યું.
ભારત આવીને પૂજા યાદવે યૂપીસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. પોતાના પ્રથમ પ્રયત્નમાં અસફળ થયા બાદ પણ બીજા પ્રયત્નમાં તે 174 મો રેન્ક પ્રાપ્ત કરી સફળ થઇ ગઇ હતી. પૂજા યાદવે વર્ષ 2018 બેચની આઇપીએસ અધિકારી છે.
ખાસ વાત કે, પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પૂજા યાદવના અંગત જીવન વિશે વાત જરીએ તો આઇપીએસ પૂજા યાદવે વર્ષ 2016 બેચની આઇએએસ ઓફિસર વિકલ્પ ભારદ્રાજથી વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા.
પૂજા યાદવના પતિ કેરલ કેડરના અધિકારી છે પરંતુ પૂજા સાથે લગ્ન બાદ તેમણે ગુજરાત કેડરમાં ટ્રાંસફરનો અનુરોધ કર્યો છે. આ બંનેની મુલાકાત મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી અને આખરે બંને જીવનસાથી છે. પૂજા યાદવ હાલમાં સોશીયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
ખાસ કરીને તેઓ પોતાના વ્યક્તીત્વનાં લીધે વધુ ઓળખાય છે અને તેમની કામગીરી પણ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરે છે.હાલમાં રંગીલા રાજકોટમાં તેઓ ફરજ બજાવશે ત્યારે જોવાનું રહ્યું કે તેમની કામગીરીથી લોકો કેવા પ્રભાવિત થશે અને ટ્રાંફિક સમસ્યા અંગે કેવા નિવારણ લાવશે એ જોવાનું રહ્યું.