એક સમયની મશહૂર અભીનેત્રીની હાલત જોઈ આંચકો લાગશે ! એક ઘટનાથી આખુ જીવન બરબાદ થઈ ગયુ….જુઓ તસવીરો
કોના જીવન મા શુ થશે એ તો સમય જ બતાવે છે ઘણા એવા એક્ટ્રરો છે જે એક જ ફીલ્મ મા મશહૂર થઈ ગયા અને પછી અચાનક જ ગાયબ થઈ ગયા આવુ જુ એક નામ એટલે બોલીવુડ અભિનેત્રી અનુ અગ્રવાલ કે જેના એક સમયે લાખો ફેન્સ હતા પણ આજે એ જેવુ જીવન જવે છે એ જોઈ આપણને પણ આંચકો લાગશે.
અનુ અગ્રવાલની વાત કરવા મા આવે તો તે આશિકી ફીલ્મ મા અભિનેત્રી હતી જ્યાર બાદ તે ઘણી ફેમસ બની બતી અને આ ફિલ્મ સુપર હિટ રહી હતી ત્યાર બાદ અનુએ આશિકી બાદ કિંગ અંકલ અને ખલનાયિકા જેવી ફિલ્મોમાં કામ કર્યુ. પરંતુ તેને એક પણ ફીલ્મ મા સફળતા મળી નહોતી જ્યારે 1990 મા તેનો એક અકસ્માત થયો જ્યાર બાદ તેનુ બોલીવુડ નુ કરીયર ખતમ થઈ ગયુ હતુ
અનુ અગ્રવાલ નો અકસ્માત મા આખો ચહેરો ખરાબ થય ગયો હતો અને 29 દિવસ સધી કોમા મા રહી હતી જ્યાર બાદ ભાન મા આવી હતી ભધુ ભુલી ચુકી હતી અને ત્રણ વર્ષ ની સારવાર બાદ તેની હાલત મા સુધારો જોવા મળ્યો હતો. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, હું ક્યાંય ગાયબ નથી થઇ, મેં પોતે જ ફિલ્મો સાઇન કરવાનું બંધ કરી દીધું હતુ. હું બોલીવુડ ટાઇપની ન હતી, તો મને થોડુ વિચિત્ર લાગતુ હતું. પછી એક્સિડેંટ થયું અને આખી જિંદગી બદલાઇ ગઇ. મારા હાડકાના અનેક ટુકડા થઇ ગયા અને જીવતા રેહવા માટે અનેક સર્જરી પણ કરાવી.
ઇન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે ઘણા લોકોએ મને સલાહ આપી કે જો મારે એક્ટિંગમાં પરત આવવું હોય તો મારે કોસ્મેટિક સર્જરી કરાવવી પડશે, પરંતુ મારો ફક્ત એ જ જવાબ છે કે મે જીવતા રહેવા માટે સર્જરી કરાવી છે, ખૂબસુરત દેખાવા માટે નહીં. હું ક્યારેય તેનાથી આકર્ષાઇ નથી.અનુ અગ્રવાલે કહ્યું, મને લાગે છે કે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક છે અને જે નેચરલ નથી એવી કોઇ વસ્તુથી હું આકર્ષાતી નથી. યોગાએ મને ઘણુ શીખવ્યું, તેમાં આપણે ફક્ત ચહેરા પર જ નહીં પરંતુ આખા બોડી પર ફોકસ કરીએ છીએ.