એક સમયે અમિતાભ બચ્ચનની મોટી મોટી ફીલ્મો મા રોલ કરનાર આ કલાકારની આર્થિક હાલત જોઈ દયા આવી જશે ! કામ કરુવુ છે પણ કોઈ…
મુંબઈ એક એવી માયા નગરી છે, જ્યાં દરેક લોકો સપના લઈને આવે છે, પરંતુ આ નગરીમાં દરેક વ્યક્તિના ધારેલા સપના પુરા નથી થતા. આજે અમે આપણે એક એવા કલાકાર વિશે જણાવીશું જેને પોતાનું સહકલાકાર તરીકે અનેક મહાનુભાવો સાથે કામ કર્યું પણ આજે તેને કોઈ કામ નથી આપી રહ્યું. આ કલાકાર વિશે જાણીએ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અગ્નિપથ’માં અભિનેતા રેશમ અરોરા સહકલાકારની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, ડેની ડેન્ઝોંગપા, ટીનુ આનંદ જેવા સ્ટાર્સ પણ હતા. અગ્નિપથમાં આવા ઘણા સહાયક પાત્રો હતા જેમને આ ફિલ્મથી ઓળખ મળી હતી, પરંતુ રેશમ અરોરાની આર્થિક પરિસ્થિતિ સારી નથી. કોરોનાકાળ પછી રેશમ અરોરા પણ આર્થિક પરિસ્થિતિ સારી નથી રહી. ખૂબ ન ખરાબ દિવસોમાં તેઓ મુશ્કેલીમાં જીવન પસાર કરી રહ્યા છે. હાલમાં તેની પાસે કામ નથી.
રેશમ અરોરા અગ્નિપથમાં ડોક્ટર, ખુદા ગવાહમાં જેલર સહિતની ઘણી સિરિયલોમાં પણ જોવા મળી ચૂક્યો છે. ઈ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં તેણે પોતાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરી. તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં મારા માટે કોઈ કામ નથી. લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી આ સ્થિતિ છે. તેમણે કહ્યું, ‘થોડા વર્ષો પહેલા હું ચાલતી ટ્રેનમાંથી પડી ગયો હતો. આ પછી, મને પ્રાણી સંગ્રહાલયના સેટ પર એક પ્રાણીએ ડંખ માર્યો હતો. જે પછી હું થોડા વર્ષો સુધી ચાલી શકતો ન હતો અને હવે મારી પાસે કામ નથી. હાલત એ છે કે મારી પત્નીની દૃષ્ટિ પણ હવે નબળી પડી ગઈ છે.
પોતાની આપવીતી જણાવતા તેમણે કહ્યું કે હું ભાંગી પડ્યો છું. તેને આશા છે કે તેના બોલિવૂડ કો-સ્ટાર્સ તેની કારકિર્દી પાછી શરૂ કરવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સ્ટારર અગ્નિપથ 1990માં આવી હતી અને આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી.
આ સિવાય તેની રિમેક 2012માં રિલીઝ થઈ હતી જેમાં કેટરિના કૈફ અને સંજય દત્ત લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં કેટરિના કૈફનું આઈટમ સોંગ ‘ચિકની ચમેલી’ પણ ઘણું લોકપ્રિય થયું હતું. આવા તો અનેક કલાકારો હશે જેમણે સહકલાકાર તરીકે ઓળખ ન મળી હોય. દરેકનું ભાગ્ય ખૂલતું હોય એ જગતમાં તો દરેક લોકો સપના શોગદાર હોત.