ગુજરાત ના આ શહેર મા બને છે અઢી લાખની મોંઘીદાટ પેન , જાણો કોણ ઉપયોગ કરે છે આવી પેન…
ભગવાન માનવનું સજર્ન કર્યું અને એને સૌથી અમૂલ્ય ભેટ આપી બુદ્ધિની! વ્યક્તિ પોતાની બુધ્ધિમતાનો ઉપયોગ કરે છે એ આજે જીવનમાં ખૂબ જ આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે હાલમાં બજારમાં અનેક પ્રકારની સસ્તી અને મોંઘાદાટ વસ્તુઓ બજારમાં મળતી હોય છે, ત્યારે આજે આપણે અઢી લાખની કીમતી મોંઘેરી પેનની વિશે જાણીશું. જર્મન સિલ્વર મટીરીયલ થી ખાસ રામ મંદિરના પ્રતિકૃતિના સ્ટેન્ડ સાથે ઝીણવટ ભરી નકશીના શેપ આપી બનાવવામાં આવી છે.
ખરેખર આ પ્રેમથી લખવા કરતાંય વધુ આને સાચવી જરૂરી છે આપલ પેનની ખાસિયત એ છે કે, અયોધ્યામાં નિર્માણ પામનાર 350 મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની પ્રતિમાની આબેહૂબ કૃતિ સમક્ષ પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે. આ સુંદર પેન જામનગરમાં સાડા પાંચ હજારથી અઢી લાખની અવનવી ફાઉન્ટન પેન બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે.
જામનગરમાં અલગ – અલગ 9 મટીરીયલની ફાઉન્ટન પેન બનાવે છે. જેમાં મુખ્યત્વે પિત્તળ, એક્રેલિક, રેજીન, જર્મન સિલ્વર, ટાઇટેનિયમ, એબોનાઈટ, સેલ્યુલોસ એસીટેડ, કોપર અને લાકડામાંથી બનતી મોંઘીદાટ પેન લખવા વાળા ઉપરાંત ભેટ આપવાવાળા પણ પસંદ કરી રહ્યા છે. જેમાં તબીબો, વકીલો, લેખકો અને સંગ્રહકારો અહીથી પેન મંગાવી રહ્યા છે.
જામનગરના ભાનુશાળી પરિવાર દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે. તેમને વર્ષ 2000માં સૌપ્રથમ લાકડામાંથી ફકત 65 રૂપિયાની કિંમતની બોલપેન બનાવી હતી. ત્યારબાદ ત્રણ ચાર વર્ષની મહેનત બાદ એક્રેલિકની સારી ક્વોલિટીની આકર્ષક રોલર બોલપેન બનાવી એક્ઝિબિશન કરીને ભારતની બહાર વિદેશોમાં પેનનું ભારતીય ચલણ મુજબ 200 રૂપિયાની કિંમતે વેચાણ કર્યું હતું.
વર્ષ 2000થી પેન બનાવવાની શરૂઆત કર્યા બાદ વર્ષ 2013માં પોતાની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું અને મેગનાકાર્ટાની શરૂઆત કરી હતી. 2014થી પોતાની બ્રાન્ડથી એક્સપોર્ટ કવોલિટીની અલગ-અલગ વેરાઈટીવાળી 6 ડિઝાઇનની ફાઉન્ટેન પેન બનાવી હતી.હાલમાં સાડા પાંચ હજારથી માંડી અઢી લાખ સુધીની જુદી – જુદી 40વેરાયટીઓની ફાઉન્ટન પેન બનાવી રહ્યા છે.જામનગરના આ પરિવાર દ્વારા બનાવવામાં આવતી ફાઉન્ટન પેન માં મુખ્યત્વે ભગવાનના કૃતિની કૃતિઓ વાળી પેન લોકો વધુ પસંદ કરી રહ્યા છે.
દુંદાળા દેવ ગણપતિ ઉપરાંત સાઇબાબા, શ્રીનાથજી, મારુતિ નંદન, તિરુપતિ બાલાજી સહિતના ભગવાન ની કૃતિ વાળી પેનો બનાવવામાં આવે છે. જેની કિંમત 41,000 થી માંડીને 99,000 હોય છે.અઢી લાખની કીમતી મોંઘેરી પેનની વિશેષતા એ છે કે, જર્મન સિલ્વર મટીરીયલ થી ખાસ રામ મંદિરના પ્રતિકૃતિ ના સ્ટેન્ડ સાથે ઝીણવટ ભરી નકશીના શેપ આપી બનાવવામાં આવી છે.