EntertainmentGujarat

સુરત ના PSI એ કર્યુ કાબીલેદાદ કામ ! 100 બાળકો ને ભણાવાવ ની જવાબદારી લીધી

આપણે અનેક વાર ફિલ્મમાં જોયું છે કે ઘણા પોલીસમેન સિંઘમ જેવી છાપ ધરાવતા હોય છે અને ગરીબ બાળકોને અને ગરીબ લોકોને મદદ કરતા જોવા મળતા હોય છે જ્યારે હકીકતમાં પણ આવા પોલીસમેન હોય છે જે ગરીબ લોકોની મદદ કરતા હોય છે ત્યારે હાલ જ એક એવા પીએસઆઇ ની વાત કરીશું જેમણે 100 બાળકોની ભણાવવાની જવાબદારી લીધી છે.

આપણે જે પીએસઆઇ ની વાત કરવા જઈ રહ્યા છે તેમનું નામ એચ એચ જેબાલીયા છે જે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે તેમનું મૂળ વતન જુનાગઢ ના કેશોદ ના બળોદર ગામ છે. તેઓ પોતાના instagram અકાઉન્ટ પર એક્ટિવ રહે છે અને તેમના ઘણા બધા ફેન્સ પણ છે ત્યારે તેઓના instagram પર 1,00,000 ફોલોવર પૂરા થતા તેને ઉજવણી સ્વરૂપે અમરેલી જીલ્લા ના ધારીના દઈડા ગામની સરકારી શાળાના 100 બાળકોને દત્તક લીધા છે.

પીએસેબલિયા બાળકોનો ભણતરનો તમામ ખર્ચ ઉઠાવશે તેવું જાણવા મળ્યું હતું આ અંગે પીએસઆઇ મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે “ટ્રેનિંગબાદ જ્યારે વર્ષ 2019માં મારું પહેલું પોસ્ટિંગ અમદાવાદ સિટીમાં શહેરકોટડામાં થયું એ પછી મેં ખાખી વરદીમાં મારો પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં મનાવ્યો હતો, જેનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો અને આ પછી એ વખતે વૃદ્ધાશ્રમમાં આગામી ચાર મહિનાની તમામ સેવાનું ફુલ બુકિંગ થઈ ગયું હતું. ત્યારથી મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયોના સકારાત્મક ઉપયોગ કરી લોકોને વધુ મદદરૂપ થવું જોઈએ. આ પછી મેં મનોમન નક્કી કર્યું હતું કે જે દિવસે મારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થશે એ દિવસે સરકારી શાળાનાં હું 100 બાળકને દત્તક લઈશ અને તેમને હું મારા ખર્ચે છેક સુધી ભણાવીશ. આમ, મેં ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે.”

અમરેલી નુ દઈડા ગામ જ શા માટે પસંદ કર્યુ?? તેના પાછળ પણ એક કારણ એવુ હતુ કે આ ગામ મા 1000 લોકો ની વસ્તી છે. અને બાળકો ના માતા પિતા ઓછી જમીન વાળા ખેડૂતો છે તો અમુક પશુપાલન કરતા અને અમુક મુજરી કામ કરતા લોકો રહે છે. આ ઉપરાંત વધુ મા પી.એસબીઆઈ જેબલીયા એ જણાવ્યુ હતુ કે કાર્યમાં આમ તો હું એકમાત્ર નિમિત્ત છું. અત્યારે હું મારા પગારમાંથી 10 ટકાથી વધુ રકમ આપીશ. મારા સોશિયલ મીડિયા દ્વારા અન્ય મિત્રોને જાણ થતાં તેઓ પણ આ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે. મારા ઘણા મિત્રોના ફોન આવ્યા હતા કે આ કાર્યમાં તમામ પ્રકારનો સપોર્ટ અમે તમને કરીશું. આમ, મારા મિત્રવર્તુળમાંથી આર્થિક જરૂરિયાત પણ બાળકો માટે થતી રહેશે.’

પી.એસ.આઈ જેબલીયા વિશે થોડુ જાણીએ તો તેવો નુ મુળ વતન કેશોદ નુ બળોદર ગામ છે અને એક સામાન્ય ખેડુત પરીવાર માથી આવા છે. એક સમય એવો હતો જ્યારે પી.એસ.આઈ જેબલીયા પાસે પી.એસ.આઈ બનવા માટે ની 40 હજાર રુપિયા ટ્યુશન ફી પણ નહોતી જ્યારે 220 PSI ની ભરતી આવી ત્યારે તેવો 4 ઉમેદવારો માથી ગુજરાત મા 53 નંબર લાવી ને પાસ થયા હતા જ્યારે આ અગાઉ પણ તેમણે જાત મહેનતે પાંચ સરકારી પરીક્ષા પાસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *