માછીમારોને ગણેશજીની મળેલ મૂર્તિનું વિસર્જન કર્યું, 15 દિવસ બાદ ફરી મૂર્તિ ત્યાં આવી ગઈ, આજે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે..
આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે, ત્યારે ગૌરીંનંદન શ્રી ગણેશ ની સૌ કોઈ ઉત્સાહ અને ઉંમગ સાથે સ્વાગત કર્યું હશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આગામી 10 દિવસો સુધી આપણે ભાવપૂર્વક ગણેશજી ની આરાધના અને ભાવ ભક્તિ થી પૂજન કરીશું અને 10માં દિવસે તેમનું વિસર્જન કરવા પણ એટલા ઉત્સાહ સાથે જશું ત્યારે એક વાત હશે કે આંખોમાં ગણેશ જીના વિદાઈ નાં આંસુઓ હશે. દર વર્ષે અનેક પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે અને તમામ પ્રતિમાઓ સમાઈ જાય છે.
આજે આપણે એક એવા ગણેશ જીના મંદિર ની વાત કરવાની છે,ડુમસ 3 કિમી દૂર બેટ પર મળેલી ગણેશજીની મૂર્તિ વિસર્જનના 15 દિવસ બાદ ફરી ત્યાં જ આવી હતી. ખરેખર આ મંદિર આજે ભાવિ ભકતો માટે ખૂબ જ આસ્થાઓનું કેન્દ્ર છે. ત્યારે ખરેખર એ વાત જાણીને નવાઈ લાગશે કે, આ મંદિર આજે તમામ ભક્તો ની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંદિર લઈ જવા માટે માછીમારો પણ ત્યાં કઈ જવા માટે કોઈ પણ જાત નાં પૈસા વસુલ નથી કરતા.
આજે તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર લગભગ 30 વર્ષ પહેલાની ડુમસનાં હળપતિવાસમાં રહેતા માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા હતા. તે વખતે ડુમસના દરિયાઈ બેટ પર ટવરના ઝાડ પાસે લાકડાની બે ફુટ ઊંચાઇની ભગવાન ગણેશજીની મૂર્તિ મળી આવી હતી. આથી માછીમારોએ ભગવાનની મૂર્તિને ભરતીના પાણીમાં વિસર્જન કરી નાખી હતી. સૌ કોઈને લાગ્યું હોય કે, આ મૂર્તિ ભરતીના ઓટ નાં કારણે જ આવી હોય પરંતુ અતિ ચમત્કાર પણ થયો છે.
બનાવ એવો બન્યો કે, 15 દિવસમાં પછી આ મૂર્તિ ટવરના ઝાડ પાસે જોવા મળતા માછીમારો અચરજ પામી ગયા હતા. મૂર્તિ જે જગ્યાએ મળી હતી ત્યાં કોઈની ચહલ પહલ તે વખતે ન હતી. છતાં મૂર્તિ ત્યાં પાછી આવી કેવી રીતે તે કોઈ જાણી નથી શક્યું. પૂનમની મોટી ભરતીમાં કે ઉકાઈમાંથી છોડેેલા પાણી વખતે પણ બાપાની મૂર્તિ આ ઝાડ પાસે અડીખમ રહે છે.
અહીં ભગવાન ગણેશજીના દર્શન કરવા ભક્તોએ આવવું પણ કઠીન છે. કેમ કે દરિયામાં ભરતી આવે ત્યારે ડુમસથી બોટમાં બેસી સામે છેડે આવવું પડે, પછી લગભગ દોઢ કિલોમીટર સુધી કાદવમાં ચાલીને જવુ પડે ત્યારે કંઈ બાપાના દર્શન થાય છે. માછીમારો અહીં દર્શન કરીને જ કામગીરી શરૂ કરે છે. તેઓએ દિવાલ પણ બનાવી છે. ત્યારે ખરેખર આ એક અદભૂત લ્હાવો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ જીવનની એક અદ્દભૂત ક્ષણ છે, જ્યારે તમેં મંદિર ની મુલાકાત લેશો. હાલમાં જ્યારે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આ ગણેશ જી ની મુલાકાત જરૂર લેવી જોઈએ.